તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોકડ્રીલ:ચીખલીની આનંદ હોસ્પિટલમાં ફાયર સેફટીની સાધન વ્યવસ્થા બિનકાર્યક્ષમ

ચીખલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ, મામલતદારની ઉપસ્થિતિમાં આગની દુર્ઘટના અંગેનું મોકડ્રીલ

ચીખલીની આનંદ હોસ્પિટલમાં ફાયર સેફટીની પાઇપ લાઇન સહિતની વ્યવસ્થા બિનકાર્યક્ષમ નીકળતા આગની દુર્ઘટનાના મોકડ્રીલમાં સફળતા મળી ન હતી. હોસ્પિટલમાં ખરેખર આગ લાગે તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે તેવામાં તંત્ર કડક અભિગમ રાખે તે જરૂરી છે.ચીખલીની આનંદ હોસ્પિટલમાં ગતરોજ પોલીસ, મામલતદારની ઉપસ્થિતિમાં આગની દુર્ઘટના અંગેનું મોકડ્રીલ યોજાયું હતું. થોડા સમય પૂર્વે જ નિર્માણ કરાયેલ હોસ્પિટલની બિલ્ડીંગમાં ફાયર સેફટી માટે લગાડવામાં આવેલી પાઈપલાઈન બિનકાર્યક્ષમ નીકળતા પાઇપ ખેંચી જ શકાતા ન હતા અને પાઇપલાઇનમાં પૂરતા ફોર્સથી પાણી પણ આવતું ન હતું.

નવા બાંધકામવાળી હોસ્પિટલમાં ફાયર સેફટીની પાઇપલાઇનની સમયે સમયે યોગ્ય મરામતના અભાવે કે અન્ય કારણોસર પાઇપ જરૂરિયાત મુજબ ખેંચી શકાતી ન હતી. વધુમાં હોસ્પિટલના કર્મચારીઓ ફાયર સેફટીના સિલિન્ડરો ખોલવા માટે પણ પૂરતી તાલીમ અને જાણકારીના અભાવે અસમર્થ જણાયા હતા. આમ મોકડ્રીલ માટે હોસ્પિટલની ફાયર સેફટીની વ્યવસ્થા કામ લાગી ન હતી અને મોકડ્રીલ સફળ રહ્યું ન હતું.

આનંદ હોસ્પિટલમાં મોકડ્રીલ માટે આવેલા બીલીમોરા નગરપાલિકાના ફાયર સેફટી અધિકારી પંકજભાઈ દેસાઈએ હોસ્પિટલના સંચાલકોને પાણીનો ફોર્સ નહીં મળવા બાબતે, પાઇપ નહીં નીકળવા જેવી ક્ષતિઓ દૂર કરવા મૌખિક સૂચના આપી હતી. જોકે આવી હોસ્પિટલમાં ખરેખર આગ લાગે તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે તેવી સ્થિતિમાં હવે તો સારવાર કરાવવા પૂર્વે લોકોએ હોસ્પિટલની સુવિધા ચકાસવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ​​​​​ચીખલીના પ્રાંત અધિકારી,મામલતદાર જેવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચીખલીની તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટી વ્યવસ્થાની તપાસ કરાવવામાં આવે તે જરૂરી લાગી રહ્યું છે.

ક્ષતિ જણાતાં મરામત કરવા સૂચના અપાઇ
ચીખલીમાં આવેલી આનંદ હોસ્પિટલમાં ફાયર સેફટી માટે જરૂરી પાઈપલાઈન સહિતની ક્ષતિ જણાતાં એજન્સી પાસે મરામત કરાવવાની સૂચના આપવામાં આવી છે. - પંકજભાઈ દેસાઇ, બીલીમોરા પાલિકા

અન્ય સમાચારો પણ છે...