દુર્ઘટના:ચીખલીમાં કટલરીની દુકાનમાં આગથી સામાન બળીને ખાખ

ચીખલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન

ચીખલીના ધોબીવાડમાં આવેલ કટલરી દુકાનમાં રાત્રિના સમયે આગ ફાટી નીકળતા ફાયર ફાયટરો દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી.ચીખલીના ધોબીવાડ હનુમાનજી મંદિર સામે આવેલ મયુરી આર્ટ નામની દુકાનમાં રવિવારની રાત્રિના સમયે ધુમાડો નીકળતા દુકાનના સંચાલક દ્વારા ફાયર વિભાગને જાણ કરી હતી. જેને પગલે બીલીમોરા,ગણદેવી અને નવસારી નગરપાલિકાના ફાયર ફાયટર ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

દુકાનમાં લાગેલી આગના કારણે દુકાનના પ્રથમ માળે રાખેલ સરસામાન બળીને ખાખ થઇ જતા દુકાનની મિલકતને આર્થિક મોટું નુકસાન થયું હતું. આગના બનાવને પગલે નાયબ મામલતદાર સુરેશભાઈ દેસાઈ, પીએસઆઇ એસ.જે.કડીવાલા, ચીખલી સરપંચ વિરલભાઈ પટેલ સહિતનાઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ લાગ્યા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...