દુર્ઘટના:સાદડવેલ ગામે અકસ્માતમાં પિતાનું મોત, પુત્રીને ઇજા

ચીખલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કારચાલકે બાઇકને ટક્કર મારતા ઘટના ઘટી

સાદડવેલ ગામે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક સવારનું સ્થળ ઉપર મોત નિપજ્યું હતું.ચીખલી તાલુકાના સાદડવેલ ગામના વાવ ફળિયામાં રહેતા દીપક રમણભાઈ પટેલ (ઉ.વ. 45) જે પોતાના કબ્જાની બાઇક (નં. જીજે-21-કયુ-6029) ઉપર દીકરી જૈમીનીબેનની તબિયત સારી નહીં હોય જેને લઈને સવારે રાનકૂવામાં આવેલ હોસ્પિટલમાં જઇ રહ્યાં હતા.

દરમિયાન સાદડવેલ ચોક્કસર ફળિયા પાસે કાર (નં. જીજે-21-સીએ-2086)ના ચાલકે પોતાની કાર પૂરઝડપે હંકારી લાવી સામેથી આવતી બાઇકને ટક્કર મારતા પિતા-પુત્રીને ગંભીર ઇજા પહોંચાડી હતી. પિતા દિપક પટેલને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઇકની પાછળની સીટ ઉપર બેસેલ જૈમીનીબેન પટેલને બંને પગમાં ફેક્ચર થતા સારવાર અર્થે ચીખલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગેની ફરિયાદ વિભાશું દીપકભાઈ પટેલે આપતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી રાનકૂવા ચોકીના પીએસઆઇ પી.વી.વસાવા તપાસ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...