આશાનું કિરણ:આગામી વર્ષોમાં ઇથેનોલથી વાહનો દોડતા થવાની સાથે જ ખેડૂતોને શેરડીના વધુ પોષણક્ષમ ભાવો મળશે

ચીખલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચીખલીમાં કિસાન મોરચા દ્વારા આયોજીત નમો કિસાન પંચાયત યોજાઈ - Divya Bhaskar
ચીખલીમાં કિસાન મોરચા દ્વારા આયોજીત નમો કિસાન પંચાયત યોજાઈ
  • ચીખલીમાં કિસાન મોરચા દ્વારા આયોજીત નમો કિસાન પંચાયત યોજાઈ

ચીખલીમાં કિસાન મોરચા દ્વારા આયોજીત નમો કિસાન પંચાયત યોજાઈ હતી. જેમાં કિસાન મોર્ચાના પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં ઇથેનોલથી વાહનો દોડતા થઈ જતાની સાથે જ ખેડૂતોને શેરડીના વધુ પોષણક્ષમ ભાવો મળશે. સમરોલી કોળી સમાજની વાડીમાં કિસાન મોર્ચા દ્વારા આયોજિત ગણદેવી વિધાનસભા મત વિસ્તારની નમો કિસાન પંચાયતની શરૂઆત જિલ્લા કિસાન મોરચાના દીપકભાઈ દેસાઈએ શાબ્દિક સ્વાગત કરી ઉપસ્થિતોને આવકાર્યા હતા. એપીએમસીના ચેરમેન કિશોરભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાજપ સરકારના શાસનમાં જ એપીએમસીની સ્થિતિ સુધરી છે.

સરકારની મદદથી એપીએમસીમાં ખેડૂતો માટે અનેક સુવિધામાં વધારો થયો છે. કિસાન મોરચાના રાષ્ટ્રીય કારોબારી સભ્ય ફલજીભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે ભૂતકાળની સરકારોએ માત્ર વાતો કરી હતી.ભાજપ સરકારે આઝાદી બાદ પહેલી વાર ખેડૂતોની ચિંતા કરી છે. ભાજપ સરકારે જ જળસંચયની શરૂઆત કરી હતી. રાત્રે જમવા બેસતાની સાથે જ અંધકાર છવાતો હતો. તેમાંથી બહાર કાઢવાનું કામ જ્યોતિર્ગ્રામ યોજના દ્વારા ભાજપ સરકારે કર્યું હતું. આજે ખેડૂતોના પાકો ટેકાના ભાવે ખરીદાઈ રહ્યા છે.

કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસે ખેડૂત-ગામડા સમૃદ્ધ થાય એવું એક પણ કામ કર્યું નથી.અટલજીની સરકારી કૃષિ આયોગનું ગઠન કરી તેના અધ્યક્ષ પીય સ્વામીનાયનને બનાવી ખેડૂતોની આવક બમણી કેવી રીતે કરી શકાય તે માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા.આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર ખેડૂતો માટે 60થી વધુ યોજના અમલમાં મૂકી છે.જે ખેડૂત આઈ પોર્ટલ પર ઉપલબ્ધ છે. સરકારે ટેકાના ભાવે પાકોની ખરીદી માટે બજેટમાં બે લાખ કરોડની જોગવાઈ કરી રહી છે.મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા નીતિમાં જ ધરમૂળથી ફેરફાર કરી રહી છે.

સરકાર દ્વારા વાહનોની કંપનીના માલિકો સાથે બેઠક કરી ઇથેનોલથી ચાલે તેવા ચાલે તેવા ફ્લેક્ષ એન્જીનો બનાવવાની સૂચના આપવામાં આવી છે અને કેટલીક કંપની દ્વારા એ દિશામાં કામગીરી શરૂ કરી દેવાઈ છે ત્યારે આગામી દિવસોમાં ઇથનોલથી ચાલતા વાહનો દોડતા થઈ જશે અને શેરડીના ધાર્યા ભાવો ખેડૂતોને મળશે. નમો કિસાન પંચાયતમાં ભાજપના જિલ્લા પ્રમુખ ભૂરાલાલ શાહ, મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ, જીજ્ઞેશભાઈ નાયક, પ્રદેશ કારોબારી સભ્ય ડો.અમીતાબેન પટેલ, વિનય પટેલ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...