ચીખલી તાલુકામાં ખેડૂતો દ્વારા શેરડીના પાકમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન માટે ઘરઆંગણે જ ટ્રેમાં શેરડીના રોપાઓ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ચીખલી તાલુકામાં ગામે ગામ ખેડૂતો મોટાપાયે શેરડીની ખેતી કરતા આવ્યા છે અને વર્ષે દહાડે હજારો ટન શેરડીનું ઉત્પાદન કરી આર્થિક ઉપાજન મેળવતા હોય છે.
તાલુકામાં મહદઅંશે 707, 86002, 86032 સહિતની શેરડીની જાતોનું રોપણ થતું હોય છે ત્યારે શેરડીની ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય તે માટે ખેડૂતો દ્વારા અવનવી પદ્ધતિ અમલમાં મૂકવામાં આવતી હોય છે. તાલુકામાં હવે ખેડૂતો પ્લાસ્ટિકની ટ્રેમા વર્ગ કોમ્પસ ખાતર, કોકીબીટનું મિશ્રણ કરી શેરડીની ગાંઠને ગોઠવી શેરડીનો છોડ ઉછેરવામાં આવી રહ્યો છે.
હાલ ચોમાસામાં સિઝનમાં સમય સાથે પૂરતા પ્રમાણમાં માણસો પણ મળી રહેતા હોવાથી ખેડૂતો દ્વારા ઘરઆંગણે જ રોપાઓ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ખેડૂતોને જાતે તૈયાર કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને જાતે તૈયાર કરવામાં રોપાદીઠ 1.50 રૂપિયાની આસપાસ જયારે તૈયાર રોપા માટે 3 રૂપિયાની આસપાસ જેટલો ખર્ચ થતો હોય છે. શેરડીની રોપણીની શરૂઆતથી જ ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં બચત થતી હોય છે.
ખેડૂતો મોટેભાગે સપ્ટેમ્બર માસમાં શેરડી રોપવાનું શરૂ કરતાં હોય છે અને ઘણીવાર આ દરમિયાન વરસાદનું પ્રમાણ વધુ રહે તેવી સ્થિતિમાં શેરડીનો ઉગારો ઓછો થતો હોય છે. જ્યાં શેરડી નહીં ઉગે ત્યાં ખેડૂતોએ ફરી રોપણી પડતી હોય છે પરંતુ ટ્રે-પદ્ધતિમાં રોપો ફેઈલ જવાની શક્યતા નહિવત રહેતી હોય છે. બીજી તરફ આ પદ્ધતિમાં શેરડીની ફૂટ ઝડપેભર વધવા સાથે પૂરતા પ્રમાણમાં ઉછેર થવા સાથે વધુ ઉત્પાદન થતા ખેડૂતોને આર્થિક લાભ થતો હોય છે.
અત્યાર સુધીમાં 50 હજાર રોપા તૈયાર થઈ ગયા છે
અમે હાલ ઘરઆંગણે ટ્રે માં શેરડીના છોડ તૈયાર કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં 50 હજાર જેટલા રોપાઓ તૈયાર થઈ ગયા છે અને બીજી માટે કામ ચાલુ છે. આ પદ્ધતિમાં ખેડૂતોને ઉત્પાદન ખર્ચ ઘટવા સાથે સારું ઉત્પાદન મળતા આર્થિક ફાયદો થાય છે. - જે.ડી.પટેલ, એપીએમસી ડિરેક્ટર અને ટાંકલ ખેડૂત અગ્રણી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.