તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વળતર ચૂકવવાની માંગ:ચીખલીમાં એક્સપ્રેસ વેના વળતર માટે 10 ગામના ખેડૂતોની રવિવારે બેઠક મળશે

ચીખલી23 દિવસ પહેલા
 • કૉપી લિંક

ચીખલી એપીએમસીમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે ના વળતર માટે અસરગ્રસ્ત ખેડૂતોની બેઠક આગામી રવિવારે યોજાશે. ખેડૂતો દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જેટલું બજાર કિંમતનું ચાર ગણું વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. ખેડૂત અગ્રણી કિશોરભાઈ પટેલે જણાવ્યું હતું કે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે માં સંપાદિત થનાર તાલુકાના 10 જેટલા ગામોના ખેડૂતો પૈકી જેમણે વળતર લીધું છે અને જેણે નથી લીધું તેમણે પણ આગામી 7મી ફેબ્રુઆરી રવિવારે 10 વાગ્યે એપીએમસીમાં યોગ્ય બેઠકમાં હાજર રહેવાનું રહેશે.

ખેડૂતોને સરકાર દ્વારા જાહેર કરાયેલા વળતર માન્ય ન હોય જેથી આ અંગે જિલ્લા કલેકટરને નિયત ફોર્મમાં દરેક ખેડૂતોએ રજૂઆત કરવાની હોય એવોર્ડ નોટિસની નકલ, 7/12, 8-અ ની નકલ લઇને ઉપસ્થિત રહેવા જણાવ્યું છે. થોડા દિવસ પૂર્વે સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં વનમંત્રી, ધારાસભ્ય નરેશભાઈ પટેલ ઉપરાંત વલસાડ-નવસારી જિલ્લાના ધારાસભ્યો સહિતની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી.

જેમાં એક્સપ્રેસ વેમાં હાલે ચૂકવવામાં આવી રહેલ વળતર ખેડૂતોને માન્ય ન હોય વધુ વળતરની માંગ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જેમાં સરકાર દ્વારા હકારાત્મક અભિગમ દાખવવામાં આવતા હવે ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ વધુ વળતર માટે દાવા રજુ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. બેઠકમાં કિશોરભાઈ પટેલ,ડો.અશ્વિનભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો