તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ તંત્ર સજ્જ

ચીખલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચીખલીમાં 221 મતદાન કેન્દ્ર ઉભા કરાશે
 • 548 અધિકારીને ફરજના હૂકમ કરાયા

ચીખલી તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ થયું છે. પોલીંગ અધિકારીઓ માટેનો હુકમ કરી દેવામાં આવ્યો છે. તાલુકામાં 221 જેટલા મતદાન કેન્દ્રો માટે 28 જેટલા ઝોનલ અધિકારી અને 260 જેટલા પ્રિસાઈડિંગ અને 260 જેટલા પોલીંગ ઓફિસરો માટેના હુકમ કરી દેવામાં આવ્યા છે.

28મી ફેબ્રુઆરીએ યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તાડમાર તૈયારી હાથ ધરવામાં આવી છે. ચીખલી તાલુકામાં તાલુકા પંચાયતની 28 અને જિલ્લા પંચાયતની 8 બેઠકોની ચૂંટણીમાં તાલુકામાં 221 મતદાન કેન્દ્રોમાં તંત્ર દ્વારા હાલ 260 પ્રિસાઈડિંગ અને 260 પોલીંગ ઓફિસરોની નિમણૂંક કરી દેવામાં આવી છે અને આગામી 5 અને 6 ફેબ્રુઆરીએ કર્મચારીઓને જરૂરી તાલીમ અને માર્ગદર્શન માટે બેઠકનું પણ આયોજન કરાયું છે.

લાયસન્સ ધારકોએ 35 પિસ્તોલ જમા કરાવી
તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા પણ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.તાલુકામાં લાયસન્સ ધરાવતા 35 જેટલી ગન-પિસ્તોલ લાયસન્સ ધારકો દ્વારા જમા કરાવવામાં આવી છે. જેમાં 6 જેટલા બેંક સિક્યુરિટી ગાર્ડને મુક્તિ અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો