તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:લેઉઆ સમાજની ચીખલીની હોસ્પિટલને સાધન સહાય

ચીખલી13 દિવસ પહેલા
 • કૉપી લિંક

ચીખલીની સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા વધારવા માટે વલસાડ-નવસારી જિલ્લાનાં લેઉઆ પાટીદાર સમાજ સેવા મંડળ દિનકર ભવન મજીગામ દ્વારા 2 લાખ રૂપિયાની સહાય અપાઈ છે. આ સહાયનો ચેક લેઉઆ પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા ધારાસભ્ય નરેશભાઇ પટેલને આપ્યો હતો.

કોરોનાની મહામારીમાં ચીખલીની સરકારી હોસ્પિટલમાં દર્દીઓના સંબંધીઓને બેસવા માટે હોસ્પિટલ બહાર મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આ મંડપમાં બેસવા માટે ચીખલીની સેવાભાવી સંસ્થા શ્રી જલારામ સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 50 જેટલી ખુરશીઓ મૂકવામાં આવી છે. આ ટ્રસ્ટ દ્વારા આ હોસ્પિટલમાં વર્ષોથી વિનામૂલ્યે દર્દીઓને તેમજ તેમના સગાસંબંધીઓને બે ટાઈમ વિનામૂલ્યે ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

આ પૂર્વે ચીખલીના પાટીદાર અગ્રણી શૈલેષભાઈ ઘેજ દ્વારા સરકારી તથા ખાનગી હોસ્પિટલના દિવસ-રાત પોતાની અને પરિવારની પરવા કર્યા વિના જીવનના જોખમે ફરજ બજાવતા તબીબો,નર્સ સહિતના 500 થી વધુના સ્ટાફને પ્રોત્સાહિત કરવા ડ્રાયફ્રુટની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય નરેશભાઇ પટેલે બંને સંસ્થાઓનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો