ચૂંટણીનું જાહેરનામુ:જિલ્લાની એક સહિત રાજ્યની 32 બેઠક માટે 19મી જૂને ચૂંટણી યોજાશે

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજકોમાસોલની વ્યવસ્થાપક મંડળની ચૂંટણીનું જાહેરનામુ

નવસારી જિલ્લાની એક બેઠક સહિત ગુજકોમાસોલની વ્યવસ્થાપક મંડળની સમિતિના સભ્યોની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થતા સહકારી ક્ષેત્રેમાં રાજકીય ગતિવિધિ તેજ બની છે. નવસારીની એક સાથે રાજ્યની 32 બેઠક માટે આગામી 19મી જૂનના રોજ ચૂંટણી યોજાશે.

ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ. અમદાવાદ (ગુજકોમાસોલ)ના વ્યવસ્થાપક મંડળની સમિતિના સભ્યોની ચૂંટણી માટે નવસારી જિલ્લાની એક બેઠક માટે થોડા દિવસ પૂર્વે ચૂંટણી અધિકારી દ્વારા પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરાતા જ રાજકીય વાતાવરણ ગરમાયુ હતું.

જિલ્લાના સહકારી આગેવાન દિલીપભાઈ રાયકાએ 19 મંડળી સામે વાંધો રજૂ કરાતા તે પૈકી નવ જેટલી મંડળીના નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો હુકમ ચૂંટણી અધિકારી દ્વારા કરાયા બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાયા બાદ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.

ચૂંટણી માટે 25 મેથી 1લી જૂન દરમિયાન ઉમેદવારી પત્રકો મેળવી રજૂ કરવાના રહેશે. ઉમેદવારી પત્રકોની મેળવી રજૂ કરવાના રહેશે. ઉમેદવારી પત્રકોની ચકાસણી 3 જૂનના રોજ માન્ય ઉમેદવારીની યાદી 4 જૂન અને 4થી 8 જૂન દરમિયાન ઉમેદવારી પત્રકો પરત ખેંચી શકાશે.

આખરી યાદી 8મી જૂને પ્રસિદ્ધ થશે. મતદાન જરૂરી હોય તેવા સંજોગોમાં 19મી જૂનના રોજ મતદાન અને મતગણતરી અમદાવાદમાં હાથ ધરાશે. વર્ષ દહાડે 250 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી રાજ્યની મહત્ત્વની એવી આ સહકારી સંસ્થાના નવસારી જિલ્લાની એક બેઠક માટે ચીખલી તાલુકાના સૌથી વધુ 23 ઉપરાંત નવસારી-જલાલપોરના ત્રણ-ત્રણ વાંસદા તાલુકાના 10, ગણદેવી તાલુકાના 8 અને ખેરગામનો 1 મળી કુલ 48 મતદારો ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...