તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડક કાર્યવાહી:સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવા બદલ આલીપોરના ડેપ્યુટી સરપંચ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ

ચીખલી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પક્ષના ઉમેદવાર વિરૂદ્ધ જ પોસ્ટ વહેતી કરતા શિક્ષાત્મક પગલું

સમરોલી બેઠકના કોંગ્રેસી ઉમેદવાર વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકનાર આલીપોરના ડેપ્યુટી સરપંચને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવાતા રાજકારણ ગરમાયું છે. જિલ્લા પંચાયતની સમરોલી બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા આલીપોરના મનહરભાઈ પટેલને ટિકિટ ફાળવવામાં આવી છે. આલીપોરના કોંગ્રેસી આગેવાન અને ડેપ્યુટી સરપંચ ઝાહિદ પટેલ દ્વારા કોંગ્રેસના સોશિયલ મીડિયાના ગ્રુપમાં ચીખલી તાલુકા કોંગ્રેસ સમરોલી જિલ્લા પંચાયતના ઇલેક્શન પહેલા જ ગુમાવવા તરફ દિશા કરી દીધી, કારણ કે ઉમેદવારથી કોંગ્રેસના કાર્યકર્તા ખુશ નથી. સરપંચ વખતે ગ્રામજનોએ ભ્રષ્ટાચાર અંગેની કલેકટરને લેખિત રજુઆત કરી હતી. ઉપરાંત અન્ય પક્ષ આક્ષેપો પોષ્ટમાં જણાવી પક્ષે વિચાર્યા વગર એમના દીકરાને ટિકિટ આપી જાતે જ હારની દિશા નક્કી કરી લીધી છે.

આ મુજબની પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતી થયા બાદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ શૈલેશભાઈ પટેલ દ્વારા હાલમાં ચાલી રહેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નક્કી થયેલા સમરોલી જિલ્લા પંચાયતના ઉમેદવાર તેમજ પક્ષ વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં મુકેલી પોસ્ટથી પક્ષની પ્રતિભાને હાનિ પહોંચી છે. સતત પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ આલીપોરના ઝાહિદ સલીમભાઈ પટેલને તાત્કાલિક ધોરણે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ દ્વારા કડક વલણ અખત્યાર કરવામાં આવતા રાજકારણ ગરમાયું હતું.

આલીપોરના ઝાહિદ પટેલના જણાવ્યાનુસાર સસ્પેન્ડ કરવા પૂર્વે કારણદર્શક નોટિસ આપવાની હોય છે, જે કોંગ્રેસના તાલુકા પ્રમુખને ખબર નથી. મને કોઈ નકલ મળેલી નથી. પ્રમુખે કોંગ્રેસના ગ્રુપમાં વહેતી કરેલી છે. મેં કોંગ્રેસના ગ્રુપમાં જ પોસ્ટ કરી હતી અને સક્ષમ, સારો ઈમાનદાર ઉમેદવાર કે જે જીતી શકે તેવા ઉમેદવારને લાવવા માંગણી કરી હતી.પક્ષના ગ્રુપમાં જ પોસ્ટ કરી હોવાથી નુકસાન થવાનો કોઈ પ્રશ્ન નથી. વિરોધ કરવાનો કોંગ્રેસમાં સંવિધાનિક હક્ક છે. પહેલા તમામ વિગતો જાણવી હતી અને તે બાદ જ નિર્ણય કરવો હતો. કોઇકને નિશાન બનાવીને પોસ્ટ વહેતી કરવાનો કોઇ ઇરાદો ન હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો