હાલાકી:ચીખલી-સાપુતારા ધોરીમાર્ગ પર પડેલા ખાડાથી વાહન ચાલકો ત્રસ્ત

ચીખલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચીખલી-સાપુતારા રાજ્યધોરી માર્ગ પર ઠેર ઠેર ખાડા પડતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચીખલી-સાપુતારાને જોડતો રાજ્ય ધોરીમાર્ગ પર તાલુકાના સુરખાઇ-ભીનાર રોડનું ચોમાસુ અગાઉ નવનિર્માણ કરવામાં આવ્યું હતું. આ માર્ગ ચીખલી તાલુકાના સુરખાઇથી વાંસદા તાલુકાના ભીનારને જોડતો એકમાત્ર માર્ગ છે. આ માર્ગનું નવિનીકરણ થયાને હજુ માંડ વર્ષ પણ પૂર્ણ નથી થયું. હાલ ચોમાસાની ઋતુ પૂર્ણતાને આરે છે ત્યારે હજુ તો આ માર્ગની હાલત દયનીય જોવા મળી છે. આ નવા બનેલા માર્ગમાં ઉપયોગમાં લેવાયેલ માલ સામાન્યની ગુણવતા હલકી કક્ષાનું હોય તે પ્રથમ દૃષ્ટિએ નકારી શકાય એમ નથી.

હવે જોવાનું એ રહ્યું કે આ માર્ગનું ખાતમુહૂર્ત થયાના થોડા મહિનામાં માર્ગ પર ઠેર ઠેર ખાડા જોવા મળે છે. આ માર્ગની અધૂરી રહેલી કામગીરી પણ થશે કે કેમ તેવા અનેક પ્રશ્નો સ્થનિકોને ઉદભવી રહ્યા છે. હાલ આ માર્ગની સ્થિતિ ખુબ જ ખરાબ છે અને ધોળીકૂવા-સુરખાઇ સુધીના 5 કિ.મીનો આ માર્ગ ખુબ જ ખરાબ સ્થિતિમાં છે ત્યારે આ માર્ગની વહેલી તકે મરામત થાય તેવી સ્થાનિકો માંગ પોકારી રહ્યા છે.

હલકી કક્ષાની સામગ્રીનો ઉપયોગ કરાયાનો આક્ષેપ
સ્થાનિકો દ્વારા અગાઉ માર્ગની કામગીરી ચાલુ હતી ત્યારે માર્ગમકાન વિભાગના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી કે આ માર્ગની કામગીરીમાં હલકી કક્ષાનો માલસામાન ઉપયોગમાં લેવાઈ રહ્યો છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે માર્ગની કામગીરીમાં હલકી કક્ષાની સામગ્રીનો ઉપયોગ કરવામાં નહીં આવે એની ખાતરી હું આપું છું. માર્ગના નવિનીકરણના થોડા જ મહિનામાં આ માર્ગ ઉપર ખાડાનું સામ્રાજ્ય જોઈ શકાય છે. જેનાથી લોકોમાં આક્રોશ ફેલાયો છે. અને આવા અિધકારીઓ સામે પગલા લેવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...