તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીની પૂર્વતૈયારી:જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીના સ્ટાફને ચીખલીમાં EVMની તાલીમ

ચીખલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 520 પ્રિસાઇડિંગ-પોલીંગ ઓફિસરને માર્ગદર્શન અપાયું

ચીખલી કોલેજમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના સ્ટાફને ઇવીએમના નિદર્શન સાથે તાલીમ આપવામાં આવી હતી. ચીખલીમાં વહીવટી તંત્ર દ્વારા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને કવાયત હાથ ધરવામાં આવી છે. ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ડી.ડી.જોગીયા, મામલતદાર પ્રિયંકાબેન પટેલ, ટીડીઓ હિરેનભાઈ ચૌહાણ સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.

તાલુકામાં જિલ્લા પંચાયતની 8 બેઠક અને તાલુકા પંચાયતની 28 બેઠક માટેની ચૂંટણીમાં 221 જેટલા મતદાન મથકો માટે નિમણૂંક કરાયેલ પ્રિસાઈડિંગ અને પોલિંગ ઓફિસરના 520 જેટલા સ્ટાફને ચીખલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં તાલીમ આપવામાં આવી હતી. જેમાં ટેકનિકલ સ્ટાફ દ્વારા ઇવીએમ મશીનનું નિદર્શન કરી ઓપરેટિંગ કેવી રીતે કરવું તે સહિતની તમામ ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય કામગીરીથી પણ સ્ટાફને માહિતગાર કરાયા હતા. ચીખલી કોલેજમાં ચૂંટણીમાં ફરજ બજાવનાર કર્મચારીઓને બે દિવસ તાલીમ આપવામાં આવશે. પ્રાંત અધિકારી ડી.ડી.જોગીયાની અધ્યક્ષતામાં ચાલી રહેલ તાલીમને સફળ બનાવવા નાયબ મામલતદાર મહેશભાઈ રબારી, સુરેશભાઈ દેસાઈ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો