યોજાનાર પેટાચૂંટણી:જિલ્લા પંચાયત સભ્ય નગીનભાઈ ગાવિતનું અવસાન થતા જગ્યા ખાલી પડી હતી

ચીખલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચીખલી તાલુકામાં રૂમલા જિલ્લા પંચાયતની રવિવારે યોજાનાર પેટાચૂંટણી માટે રૂમલા જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ 5 ગામના 22,389 મતદારો મતદાન કરશે. રવિવારે સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. મતદાન માટે જરૂરી સાહિત્ય અને ઇ.વી.એમનું શનિવારે ચીખલી પ્રાંત કચેરીમાંથી વિતરણ કરાયું હતું. ચીખલી તાલુકાના રૂમલા જિલ્લા પંચાયતના સભ્ય નગીનભાઈ ગાવિતનું અવસાન થતાં ઉપરોક્ત જિલ્લા પંચાયતની બેઠક ખાલી થઈ હતી.

રૂમલા જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપમાંથી બાલુભાઈ જીવલભાઈ પાડવી, કોંગ્રેસમાંથી મગનભાઈ કાળીદાસ ગાવિત અને આપમાંથી મનુભાઈ રમતુભાઈ ભુસારા વચ્ચે ત્રિપંખીયો જંગ જામશે. શનિવારે ચીખલી પ્રાંત કચેરીએથી ચૂંટણીનું જરૂરી સાહિત્ય અને ઇવીએમ સહિતનું વિતરણ પ્રાંત અધિકારી મામલતદાર, નાયબ મામલતદાર, ખેરગામની ઉપસ્થિતિમાં વિતરણ કરાયું હતું.

રૂમલા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કુલ 27 મતદાન મથક પર રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જેના માટે 30 પ્રિસાઇડિંગ ઓફિસર, 30 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ, પીઆર-1 30, પોલીંગ-1-30, પોલીંગ-2 30, પોલીંગ-3 30 અને એલપી-1 30 સહિતનો સ્ટાફ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરશે. નજર રાખવા માટે 3 ઝોનલ ઓફિસર ઉપસ્થિત રહેશે.

3 તા.પં.ના 22389 મતદાર મતદાન કરશે
રૂમલા જિલ્લા પંચાયતમાં 5 ગામનો સમાવેશ થાય છે, જેમાં રૂમલા, અગાસી, ગોડથલ, ઘોલાર અને સિયાદાનો સમાવેશ થાય છે. જેમાં 3 જેટલી તાલુકા પંચાયતમાં ગોડથલ બેઠક ઉપર 3690 પુરુષ, 3686 સ્ત્રી મળી કુલ 7376 મતદારો, રૂમલા તાલુકા પંચાયત બેઠક ઉપર 4395 પુરુષ, 4427 મહિલા મળી કુલ 8822 મતદારો અને સિયાદા બેઠક ઉપર 3093 પુરુષ અને 3098 મહિલા મળી 6198 મતદારો મળી રૂમલા જિલ્લા પંચાયતની 3 તાલુકા પંચાયતમાં 11178 પુરુષ અને 11211 મહિલા મળી કુલ્લે 22,389 મતદારો મતદાન કરશે.

અન્ય સમાચારો પણ છે...