ઉમેદવારી:જિ.પં. રૂમલા બેઠક માટે ભાજપ- કોંગ્રેસના ડમી સાથે 4ની ઉમેદવારી

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારીપત્રક 21મીને શનિવારે પરત ખેંચી શકાશે

જિલ્લા પંચાયતની રૂમલા અનુસૂચિત આદિજાતિની બેઠકની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના ડમી સહિત 4 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. જિલ્લા પંચાયતની રૂમલા બેઠકના તત્કાલિન સભ્ય નગીનભાઈ ગાવિતના નિધન બાદ ખાલી પડેલી બેઠક માટે 3જી ઓક્ટોબર રવિવારે પેટા ચૂંટણી યોજાનાર છે.

જેમાં શુક્રવારે જિલ્લા ભાજપના મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ, પ્રભારી ભીખુભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ગાવીત સહિતની ઉપસ્થિતિમાં વિજય મુહૂર્તમાં ભાજપના મહામંત્રી રૂમલા બરડીપાડાના બાલુભાઈ જીવલાભાઈ પાંડવીએ ચૂંટણી અને પ્રાંત અધિકારી ડી.ડી.જોગીયા સમક્ષ ઉમેદવારીપત્રક રજૂ કર્યું હતું. આ ઉપરાંત ડમી તરીકે ભાજપના આદિજાતિ મોરચાના રૂમલા નિશાળ ફળિયાના દિનેશભાઈ અર્જુનભાઈ મહાકાળે ઉમેદવારીપત્રક રજૂ કર્યું હતું.

જ્યારે કોંગ્રેસમાંથી ધારાસભ્ય અનંત પટેલ,તાલુકા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલ, અગ્રણી મગનભાઈ, આઈ.સી.પટેલ, વલ્લભ દેશમુખ સહિતની ઉપસ્થિતિમાં રૂમલા ચીરપાડા મંદિર ફળિયાના મગનભાઈ કાળીદાસ ગાવિત તથા ડમી તરીકે રૂમલા ચીરપાડાના અનિલભાઈ બલ્લુભાઈ પટેલે પ્રાંત અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પ્રથમ દિવસે રૂમલા બેઠકની પેટા ચૂંટણી માટે ચાર ઉમેદવારીપત્રકો રજૂ થયા હતા. ઉમેદવારીપત્રકોની ચકાસણી 20મી સપ્ટેમ્બર સોમવારે થશે. જ્યારે ઉમેદવારીપત્રક 21મીને શનિવારે પરત ખેંચી શકાશે.

અન્ય સમાચારો પણ છે...