લોકચર્ચા:જંગલનું કિંમતી લાકડું રાજ્ય બહાર વેચવાનો કારસો ચાલી રહ્યાની ચર્ચા

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચીખલી તાલુકામાં અલગ-અલગ ટીમ્બર માર્ટ અને લાકડાના વેપારીઓ દ્વારા લાકડાનો મોટાપાયે વ્યાપાર ધમધમી રહ્યો છે. મૂળનિવાસી આદિવાસીઓને જંગલોનો પ્રેમ પણ સંકટમાં જોવા મળી રહ્યો છે. લોકચર્ચા મુજબ જાણવા મળી રહ્યું છે કે કોઈપણ જાતની પાસ પરમીટ વગર અને અમુક માલ પાસવાળો અને બીજો માલ પાસ વગરનો એમ કરીને ખૂબ મોટાપાયે વેપાર કરવામાં આવી રહ્યો છે ત્યારે પ્રશ્ન એવું આવે છે કે કોના સાથે આશીર્વાદથી આ વેપલો ચાલી રહ્યો છે ત્યારે વનવિભાગને શું એની જાણકારી નથી ?

વન વિભાગના કર્મચારીઓ દ્વારા એમના પર કયારે કાર્યવાહી કરવામાં આવશે એવી લોકચર્ચા સમગ્ર તાલુકામાં ગુંજી રહીં છે. એક બાજુ ગ્લોબલ વોર્મિંગના સકંજામાં વિશ્વ છે ત્યારે આ વૃક્ષો જ એકમાત્ર ઉપાય આ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકે એમ છે. ચીખલીના આવા વેપારીઓ પર લાલ આંખ કરવાની જરૂર છે ત્યારે જોવાનું એ રહ્યું કે વન વિભાગ પોતાની કુંભકર્ણની ઉંઘમાંથી ઉઠીને લાલ આંખ ક્યારે કરશે? એક લોક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે આજુબાજુના વિસ્તારોમાંથી જંગલનું કિંમતી લાકડું ભેગું કરીને ગુજરાત બહાર પણ સપ્લાય કરાઇ રહ્યાની ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...