તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:ડીઝલનો ભાવ વધ્યો પણ ભાડુ નહીં, ટ્રક ઓનર્સ વેલફેર એસોસિએશનનું વેદનાપત્ર

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીખલી-ગણદેવીના ટ્રક ઓનર્સની 1લી સપ્ટે.થી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી
  • હજીરા અને સેલવાસમાં ટ્રાન્સપોર્ટરોને માલ ભરવા કે ખાલી કરવા ન દેતા રોષ

ચીખલી-ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલફેર એસોસિએશન દ્વારા ડીઝલના વધેલા ભાવ વચ્ચે ભાવવધારો અને રિટર્ન ગાડી બંધ કરવાની માંગ સાથે 1લી સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી અપાઇ છે.

દક્ષિણ ગુજરાત ચીખલી-ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલફેર એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, ઉપપ્રમુખ પરેશભાઈ દેસાઈ સહિતનાની આગેવાનીમાં પ્રાંત અધિકારી ડી.ડી.જોગીયા, મામલતદાર પ્રિયંકાબેન પટેલ, ચીખલી પીઆઇ સહિતનાને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યાનુસાર ચીખલી વિસ્તારમાં ખાણ-ખનીજ વહન કરતા વાહનોમાં ડીઝલનો ભાવ વધતા તેની સામે ભાડામાં શોષણ થઈ રહ્યું છે. ટ્રકના માલિકોનું શોષણ થઈ રહ્યું છે અને ટ્રક માલિકોને આર્થિક પાયમાલ થઈ રહ્યા છે તેમજ આત્મહત્યાના કિસ્સા પણ થઈ રહ્યા છે.

સ્થાનિક વિસ્તાર બહારથી આવતા વાહનો જેવા કે સુરત, વાપી, સેલવાસ, દમણ, ભરૂચ, હજીરા તેમજ રાજ્ય બહારના વાહનો ખૂબ જ ઓછા ભાવે રિટર્ન ગાડીઓ ચલાવે છે. તેથી સ્થાનિક ટ્રક માલિકોને કામ નહીં મળતા ઘણું નુકસાન વેઠવું પડે છે. હજીરા તથા સેલવાસ વિસ્તારમાં ચીખલીના સ્થાનિક ટ્રાન્સપોટરોને માલ ભરવા કે ખાલી કરવા દેતા નથી. જેથી ટ્રાન્સપોર્ટરોને નુકસાન થાય છે. ટ્રક એસોસિએશન ભાવવધારા માટે રિટર્ન ગાડી બંધ કરવા માટે ગાંધી ચીંધ્યા માર્ગે 1લી સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારાઇ છે.

ડિઝલનો ભાવ લિટરે રૂ. 60થી વધી 97 થઇ ગયો
ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ. 60 હતો ત્યારે જે ભાડું મળતું હતું તેટલું જ ભાડું આજે 97 રૂપિયા ભાવ થયો છે ત્યારે પણ મળે છે. આ સંજોગોમાં ટ્રાન્સપોર્ટરોનો ધંધો મરણપથારીએ પહોંચ્યો છે. ટ્રાન્સપોટરોની હાલત અત્યંત દયાજનક બની છે ત્યારે માંગ નહીં સંતોષાશે તો આગામી દિવસોમાં અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવશે. - રાજેન્દ્રસિંહ પરમાર, પ્રમુખ, ચીખલી-ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલફેર એસો.

અન્ય સમાચારો પણ છે...