તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર નિંદ્રાધીન:ચીખલીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના પોર્ટલ પરથી 432 લાભાર્થીના નામ ગાયબ થવા છતાં તંત્ર નિંદ્રાધીન

ચીખલી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લાભથી વંચિત | ત્રણ માસ કરતા વધુ સમય થવા છતાં તંત્ર નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યું

ચીખલી તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના પોર્ટલ પરથી 432 જેટલા લાભાર્થીના નામ ઓટોડિલિટ થઈ ગયાને ત્રણ માસ કરતા વધુ સમય વિતવા છતાં પણ તંત્ર નિરાકરણ લાવવામાં ધરાર નિષ્ફળ રહ્યું છે. તંત્રના વાંકે લાભાર્થીઓ લાભથી વંચિત રહી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ચીખલી તાલુકામાં ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે પ્રધાનમંત્રી આવાસ પ્લસ નામના ભારત સરકારના પોર્ટલ ઉપર 4825 જેટલા કાચા મકાન ધરાવતા લાભાર્થીના નામોની નોંધણી થઈ હતી અને આધારકાર્ડ નંબર પણ નાંખવામાં આવ્યા હતા. આ યાદી પોર્ટલ ઉપર 24મી ડિસેમ્બર 2020 સુધી હતી.

બાદમાં જોબકાર્ડ નાંખતા સમયે કોઈ કારણસર વિવિધ ગામના 432 જેટલા લાભાર્થીના નામ પોર્ટલ પરથી ગાયબ થઈ ગયા હતા. સ્થાનિક તંત્ર દ્વારા આ માટે પ્રયત્ન હાથ ધરાયા હતા પરંતુ પોર્ટલ હાલ બંધ હોવાથી ઓટોડિલિટ થયેલા લાભાર્થીઓના નામ ફરી ચઢાવી શકાયા નથી અને ચાર વર્ષ પૂર્વે થયેલા સરવેની ઓનલાઈન યાદીમાં આ 432 જેટલા લાભાર્થીના નામનો સમાવેશ હાલ થયો નથી. આ અંગે સ્થાનિક કચેરી દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નવસારીની કચેરીએ અવારનવાર જાણ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

ત્રણ માસનો સમય વિતવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ હજુ થયું નથી. ચીખલી તાલુકામાં ચાર હજાર કરતા વધુ આવાસોની જરૂરિયાત સામે વર્ષ 2019-20માં 598 જેટલા આવાસ ફાળવવામાં આવ્યા હતા. ખરેખર કાચા ઘરમાં રહેતા પરિવારોને આવાસના લાભ માટે પ્રાથમિકતા આપવી જોઈએ અને ફાળવણીની સંખ્યા પણ વધારવામાં આવે તો જરૂરિયાતમંદ પરિવારોને વધુ લાભ થાય તેમ છે. તાલુકાના 67 ગામ માટે 598 જેટલા આવાસો એક વર્ષમાં મંજૂર થાય તેવી સ્થિતિમાં આજેપણ અનેક ગરીબ પરિવારો કાચા ઘરમાં જીવના જોખમે જીવન ગુજારવા માટે લાચાર બન્યા છે.

આ સ્થિતિમાં ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તાલુકામાં લાભાર્થીઓના જે નામો ઓટોડિલિટ થયા છે તે ફરીવાર પ્રધાનમંત્રી આવાસ પ્લસ પોર્ટલ પરની યાદીમાં સમાવેશ થાય તે માટે કાર્યવાહી થાય તે જરૂરી છે. જો આ યાદી પરત મેળવી લેવાઇ તો યોજનામાં સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને તેનો લાભ મળી શકે તેમ છે.

નામો કેવી રીતે ડિલિટ થયા તેની તપાસ કરાશે
પોર્ટલ પરથી નામો કેવી રીતે ડિલિટ થયા તેની માહિતી નથી, છતાં જો આવું થયું હશે તો ચીખલી કચેરીમાં તપાસ કરી લઉં છું, ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. - પી.કે.હડુલા, નિયામક, નવસારી ગ્રામ વિકાસ એજન્સી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો