તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:ચીખલી કસ્ટોડિયલ ડેથ કેસમાં સીઆઇડીને તપાસ સોંપવા માગ

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસી અગ્રણીઓનું નાયબ કલેકટરને આવેદન
  • રાજ્યના મંત્રી સાથે સંબંધ હોવાથી ઢીલી તપાસનો આક્ષેપ

આદિવાસી સમાજના આગેવાન રમેશભાઈ સહિતનાઓ દ્વારા પ્રાંત અધિકારી ડી.ડી.જોગીયા મારફતે મહામહિમ રાજ્યપાલ, રાષ્ટ્રપતિ, માનવ અધિકારી આયોગ સહિત ઉચ્ચકક્ષાએ કરેલ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે, ચીખલી કસ્ટોડિયલ ડેથ કેસમાં સંડોવાયેલા આરોપીઓ રાજકીય વગ ધરાવતા હોય કેટલાક આરોપીઓ ગૃહમંત્રીની નજીકના હોવાની વાતો થતી હોય એટલે જ આરોપીઓની જાણી જોઈને ધરપકડ કરાતી ન હોય ભીનું સંકેલાય તેવી પુરી શક્યતાઓ હોય હત્યાની તપાસ સીઆઇડીને તાત્કાલિક સુપ્રત કરવામાં આવે, તમામ સંડોવાયેલા પોલીસ અધિકારીને ડિસમિસ કરવામાં આવે, આરોપીઓની જાણી જોઈને ધરપકડ કરવામાં આવતી ન હોય શાસક પક્ષના રાજમાં રક્ષક જ ભક્ષક બની રહી છે.

ભોગ બનનાર પરિવારને કોઈ સહાય કરેલ નથી. ગુજરાત સરકારે આશ્વસનના બે શબ્દો પણ બોલેલ નથી. શુ આ સરકાર આદિવાસીઓ પ્રત્યે સંવેદનશીલ છે? તાત્કાલિક ધોરણે વળતર અને સહાય પેટે એક કરોડ રકમ આપવાની માંગ કરાઇ છે. વધુમાં જણાવાયું છે કે, કેટલાક અજાણ્યા ઈસમો સાક્ષી અને ફરિયાદી તેમજ ભોગ બનનાર પરિવારને લાલચ આપી, ધમકાવી રહ્યા છે.

જેથી સાક્ષી અને ફરિયાદી તેમજ ભોગ બનનાર પરિવારને રક્ષણ આપવા તથા રજુઆત કરનારને પોલીસ ખોટી રીતે હેરાન પરેશાન ન કરે અને ખોટા કેસો ન કરે તેની તકેદારી રાખવા, ગુનામાં જરૂરી કલમો ઉમેરવાની પણ માંગ કરાઈ છે. માંગ સંતોષવામાં ન આવે તો તે માતે આદિવાસીને અન્યાયના વિરુધ્ધમાં આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરાવવા માટે પોલીસ સ્ટેશનને તાળબંધી અને જરૂર પડ્યે વિધાનસભા ઘેરાવ સહિતના આશ્ચર્યજનક કાર્યક્રમો આપવા ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...