તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ચીખલીમાં સ્વૈચ્છિક લોકડાઉન લંબાવાનો નિર્ણય

ચીખલી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • મેડિકલ સિવાય અન્ય વેપાર-ધંધા બપોરે બે વાગ્યા સુધી જ ચાલુ રહેશે

ચીખલી તાલુકા પંચાયતમાં યોજાયેલ બેઠકમાં અનિશ્ચિત સમય માટે સ્વૈચ્છિક લોકડાઉન લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મેડિકલ સિવાય અન્ય વેપાર-ધંધા બપોરે બે વાગ્યા સુધી જ ચાલુ રાખવાનો નિર્ણય, જ્યારે શનિ-રવિ સંપૂર્ણ બંધ રાખવાનું નક્કી કરાયું હતું.

ચીખલી તાલુકા પંચાયતમાં આયોજન સહ ટીડીઓ હિરેનભાઈ ચૌહાણ, પ્રમુખ કલ્પનાબેન ગાવિત, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ, ચીખલી ઇનચાર્જ સરપંચ દીપ્તિબેન શાહ, સમરોલી સરપંચ મંગુભાઇ, થાલા સરપંચ મુકેશભાઈ, ચીખલીના નૈનેશભાઈ કાયસ્થ સહિતની ઉપસ્થિતિમાં વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા સોમવારથી શુક્રવાર સુધી મેડિકલ સિવાય તમામ વેપાર-ધંધા બપોરે બે વાગ્યા સુધી જ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત શનિ-રવિવારે સંપૂર્ણપણે બંધ રાખવાનું નિર્ધારિત કરાયું હતું.

બપોરે બે વાગ્યા બાદ દૂધ, શાકભાજી, ફળની દુકાનો અને લારી-ગલ્લાઓ પણ સંપૂર્ણપણે બંધ રાખવાનું નક્કી કરાયું હતું. ચીખલીમાં ગત સપ્તાહ દરમિયાન સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન રાખવામાં આવ્યું હતું. જોકે સ્વૈચ્છિક લોકડાઉન દરમિયાન ખોટી રીતે પોલીસની કનડગત ન થાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

વધુમાં ચીખલીમાં કાપડના કેટલાક મોટા ગજાના દુકાનદારો નિયત સમય બાદ પણ પાછળના દરવાજેથી વેપાર-ધંધો ચાલુ રાખતા હોય અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાવા સાથે કોરોનાની ગાઈડ લાઇનનું પાલન પણ થતું નહીં હોય તેવી સ્થિતિમાં પોલીસ અને તંત્ર તટસ્થતા જાળવી આ મોટા ગજાના કાપડના દુકાનદારો સામે પણ કાર્યવાહી કરે તેવી રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો