અકસ્માતનો ભય:સુરખાઇ-ભીનાર રોડે ચાલતાં CNG લાઇનના કામથી અકસ્માતનો ભય

ચીખલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તાની બાજુએ જ માટીના મોટા ઢગલા કરી દેવાતા અકસ્માત વધ્યા

નવનિર્મિત સુરખાઈ-ભીનાર રોડ પર સતત વાહનોની અવરજવર રહે છે. આ રોડની સાઈડે સીએનજી ગેસ એજન્સી દ્વારા ગેસલાઈન નાંખવાનું કામ ચાલુ હોવાથી માટી ખોદી રોડ સાઈડે નાંખવામાં આવી રહી છે. જેથી અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાથી આરએન્ડબીના અધિકારીઓ યોગ્ય પગલાં લેશે કે કેમ ? એવા પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યાં છે.

સુરખાઇ-ભીનાર રોડ થોડા સમય પહેલા જ નવનિર્મિત બન્યો છે. આ માર્ગ સતત વાહનોની અવરજવરથી ધમધમે છે. આ રોડની સાઇડે CNG ગેસ એજન્સી દ્વારા ગેસ લાઈન નાંખવાનું કામ ચાલું છે. આ રોડ સાઇડ પરથી માટી ખોદી રોડ પર નાંખવામાં આવે છે. આરએન્ડબીના અધિકારીઓને એની જાણ નથી.

આ માટી રોડ પર નાંખવામાં આવે છે તેને કારણે રોડ પર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી છે અને છેલ્લા બે દિવસમાં ત્રણ અક્સ્માત સર્જાયા છે તો આ અકસ્માતો માટે જવાબદાર કોણ ? શું આરએન્ડબીના અધિકારીઓને આ અકસ્માતના જવાબદાર ઠરાવવા કે પછી ગેસ એજન્સીને? આ માર્ગ હાલ નવનિર્મિત છે અને રોડ પર માટી નાંખવાથી જો રોડને નુકસાની થશે તો એનો જવાબદાર કોણ ? આ રોડ પર CNG ગેસ લાઇનનું કામ ચાલુ હોવા છતાં કોઈ બોર્ડ દર્શાવવામાં આવ્યાં નથી, જેનાં કારણે ટ્રાફિક અને અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે.

આરએન્ડબીના અધિકારીઓ યોગ્ય પગલાં લેશે કે કેમ ? કે પછી આરએન્ડબીના અધિકારી સાથે કોઈ સાઠગાંઠ ધરાવે છે આ એજન્સીના માણસો ? એવા પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યાં છે.આરએન્ડબીના અધિકારીના જણાવ્યાં મુજબ 10થી 11 મીટર રોડના સેન્ટરથી રોડ બહાર માટી નાંખવાની પરમિશન લેવામાં આવી હોય તેમ છતાં રોડ પર માટી નાંખવામાં આવી રહીં છે.

અન્ય સમાચારો પણ છે...