વિવાદ:ચાપલધરા ગામે કોરોના સમયમાં ખરીદાયેલા સામાનને લઇ વિવાદ

ચીખલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હલકી ગુણવત્તાના મટિરિયલસની ખરીદી કરાયાની ચર્ચા

વૈશ્વિક મહામારી કોરોના કાળ દરમિયાન વિશ્વમાં અનેક લોકો પરેશાન થઇ ગયા છે ત્યારે વાંસદા તાલુકાના ચાપલધરા ગામે 1.30 લાખના કિંમતના પીપીઈ કીટ, માસ્ક તેમજ સેનેટાઈઝર-સાબુની ખરીદી કરીને વહેંચવામાં આવ્યા હતા. આ સામગ્રી હલકી કક્ષાની હોવાની ચર્ચા ઉઠી છે.

આ અંગેની વધુ વિગતો મુજબ નવસારીના વાંસદા તાલુકામાં આવેલા શિક્ષિત એવા ચાપલધરા ગામમાં કોરોના મહામારી સમય દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા ગામમાં માસ્ક અને સાબુની વહેંચણી કરવામાં આવી હતી. જોકે ગામલોકોને માસ્ક વહેંચવા અંગે તરેહતરેહની ચર્ચા ઉઠી હતી. આ અંગે જાણવા મળેલી વિગતો મુજબ ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા રૂ. 1.30 લાખના માસ્ક અને હાથ ધોવાના સાબુની ખરીદી કરવામાં આવી હતી. આ અંગે ગામના જ એક જાગૃત નાગરિકે પંચાયતના સત્તાધીશો દ્વારા કરવામાં આવેલા વહીવટ અંગે શંકા જતા માહિતી માગી હતી. જેમાં એક સાબુ રૂપિયા 66ની કિંમતનો ખરીદવામાં આવ્યો હોવાની આવેલી વિગતોથી લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારીને પણ લેખિત રજૂઆત કરાય છે જેની તપાસ હાથ ધરવામાં આવી છે.

કોઇ ગેરરીિત કે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો નથી
કોરોના કાળ દરમ્યાન જે સ્થિતિ હતી એ પ્રમાણે મહત્તમ ગ્રામ પંચાયતોએ સેનેટાઇઝર અને માસ્ક િવગેરેની ખરીદી કરી લોકોમા તેની વહેંચણી કરી હતી. આ સામગ્રીની ખરીદીમાં કોઈ ગેરરીિત કરવામાં આવી નથી કે વધારાની કિંમતથી ખરીદી કરી ભ્રષ્ટાચાર કરાયો હોય તેવું પણ નથી. અમે જરૂરિયાત પ્રમાણે સારી ક્વોલિટીની ગુણવત્તાસભર વસ્તુ જ ખરીદી હતી. > દક્ષાબેન પટેલ, સરપંચ-ચાપલધરા

અન્ય સમાચારો પણ છે...