ગ્રામ પંચાયત વિસર્જન કરવાની ચીમકી:સમરોલીમાં ટીડીઓની સૂચના છતાં દબાણ દૂર ન કરાતા વિવાદ

ચીખલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટીડીઓની ગ્રામ પંચાયત વિસર્જન કરવાની ચીમકી

સમરોલીમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી અંગેની ટીડીઓની વારંવારની લેખિત અને મૌખિક સૂચનાઓ બાદ પણ કાર્યવાહી નહીં કરાતા ટીડીઓ દ્વારા ગ્રામ પંચાયતનું વિસર્જન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ટીડીઓને તલાટીને ગાંઠતા જ નથી કે કેમ ? અરજદાર દ્વારા સીએમના વેબ પોર્ટલ ઉપર રજૂઆત કરવામાં આવી હતી.

સમરોલી ઘોર ફળીયાના અંબાબેન પટેલ દ્વારા સીએમ વેબ પોર્ટલમાં કરેલ લેખિત રજૂઆતમાં સામાવાળા વ્યક્તિ દ્વારા શૌચાલય તથા કોઢારુંનું બાંધકામ સરકારી જમીનમાં કરી તેઓના ખેતરમાં જવા આવવાનો રસ્તો બંધ કરી દીધી છે. આ બાબતે પીઓ કમ ટીડીઓ દ્વારા સરપંચ/તલાટીને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે કચેરીના અલગ અલગ ત્રણ પત્રો તથા વારંવાર મૌખિક સૂચનાઓ આપવા છતાં દબાણ દૂર કરવાની કાર્યવાહી નહીં કરીને ઉપલી કચેરીના હુકમનો અનાદર કર્યો છે. આ અંગે ખાસ સામાન્ય સભા બોલાવી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી દિન-7માં રિપોર્ટ કરવા જણાવવામાં આવે છે.

ગ્રામ પંચાયતની અસમર્થતાના કિસ્સામાં પોતાની કામગીરી બજાવવામાં ઈરાદાપૂર્વક કસૂર કરે તો પંચાયતની ધારાની કલમ-253 હેઠળ ગ્રામ પંચાયતનું વિસર્જન કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારની ટીડીઓની સૂચના બાદ તલાટીએ ખાસ સામાન્ય સભ બોલાવી બીજી તરફ ટીડીઓ દ્વારા કોઈપણ જાતનો ઠરાવ-રિપોર્ટ મળ્યો નહીં હોવાનું જણાવ્યું હતું ત્યારે સાચું કોણ ટીડીઓ કે તલાટી તેવા અનેક સવાલો ઉભા થયા છે ત્યારે ટીડીઓ તલાટી સામે શિક્ષાત્મક પગલાં ભરશે કે તે જોવું રહ્યું.

ગ્રા.પં. ઠરાવ કરીને આપશે બાદ કાર્યવાહી
સમરોલીમાં દબાણ અંગે ગ્રામ પંચાયતને ઠરાવ આપ્યો નથી. ગ્રામ પંચાયત ઠરાવ કરીને આપશે એ પછી તાલુકા પંચાયત દ્વારા દબાણ અંગેની કાર્યવાહી કરવામાં આવશે. > હિરેન ચૌહાણ, પીઓ કમ ટીડીઓ

અન્ય સમાચારો પણ છે...