તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:બામણવાડામાં 70 બાવળના ઝાડ વેચી દેવાયાની ફરિયાદ

ચીખલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગી આગેવાનોની આંદોલનની ચીમકી

બામણવાડા ગામના ભાવેશભાઈ ઉપરાંત તાલુકા કોગ્રેસ પ્રમુખ શૈલેષભાઇ પટેલ સહિતના આગેવાનોએ ચીખલી મામલતદાર પ્રિયંકાબેન પટેલને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે બામણવાડા દાદરી ફળિયા વિસ્તારમાં તળાવ નજીકના ખરાબાની સરકારની માલિકીના અંદાજીત 70 નંગ જેટલા બાવળના ઝાડ ગામના લોકો અને સભ્યોને અંધારામાં રાખી હરાજી કર્યા વિના અંગત માણસો દ્વારા વેચી દઈ પંચાયત અને સરકારી તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.

ઝાડની વેલ્યુએશન નક્કી કરાયા બાદ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી જાહેર હરાજી કરવાની હોય છે. આથી સમગ્ર બાબતે તપાસ કરાવી સરપંચ તથા તલાટી તથા તેમના મળતિયાઓ સામે કાર્યવાહી કરાય તેવી માંગ કરી હતી. અગાઉ 1લી જુલાઈએ પણ આ બાબતે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. દંડનીય કાર્યવાહી કરવાની માંગ સાથે દિન-7માં કાર્યવાહી અંગેનો લેખિત જવાબ નહીં મળે તો ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી અપાઇ છે.

ઠરાવ કરી દીધો છે
બાવળના ઝાડો સ્મશાન ભૂમિ ટ્રસ્ટને આપી દેવાના હતા, જે માટે ઠરાવ પણ કર્યો હતો. ખરાબાની જમીનના વૃક્ષારોપણ કરવાના હતા પણ ગ્રામજનોએ વિરોધ કરતા બાવળના લાકડા ત્યાં જ પડ્યાં છે. બપોરે સર્કલ અધિકારી આવ્યા હતા અને તેમણે પંચકેસ કર્યો અને જવાબ લીધો હતો. > ભુપેન્દ્રભાઈ પટેલ, સરપંચ, બામણવાડા

અન્ય સમાચારો પણ છે...