ધમકી:મલિયાધરાની પરિણીતાની પતિ સહિત 5 સામે ત્રાસની ફરિયાદ

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાજિક બેઠકમાં બોલાવી અપમાન પણ કરાયું હતું

મલિયાધરા ગામની પરિણીતાની ફરિયાદમાં પોલીસે પતિ, સાસુ-સસરા સહિત પાંચ સામે શારીરિક-માનસિક ત્રાસ અને દહેજધારાની જોગવાઈ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચીખલી તાલુકાના મલિયાધરા ગામની 28 વર્ષીય યુવતીના લગ્ન મે-2015માં ચીખલીના ખૂંધમાં રહેતા જયકુમાર પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ સાસુ-સસરાએ ચઢાવતા પતિ નાની-નાની બાબતે પરિણીતાની ભૂલો કાઢી તારા મા-બાપે તને કોઈ કામ શીખવાડ્યું નથી તેવા આક્ષેપો કરી ઘરમાં કામવાળી હોય તેમ રાખી અવારનવાર ગુસ્સે થઈ ઢીક-મુક્કીનો માર મારતા હતા. નંણદ તથા નણદોઈ પણ દહેજ બાબતે માંગણી કરી તેણીના પિતા અમેરિકા હોય મોટી મોટી વસ્તુની માંગણી કરતા હતા. તે નહીં સંતોષાય તો ઝઘડા કરી માર મારતો હોય અને વધુમાં પતિ દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. દિવાળીના દિવસે કોઈપણ કારણ-વિના બાથરૂમમાં પુરી મારમારી ખાવાનું પણ ન આપી બહાર નીકળવા દીધી નહતી. અગાઉ તેણીને ખેંચ આવતા હોસ્પિટલમાં પણ લઈ ન ગયા હતા. સાસુ-સસરા માર મારતા આવ્યા હતા. તેમને લગ્નજીવન દરમિયાન સંતાન પ્રાપ્તિ થઈ નહીં હોય તે બાબતે પણ મેણા ટોણા મારતા હતા. મેડિકલ રિપોર્ટમાં તેના પતિમાં ખામી હોવાથી સંતાન પ્રાપ્ત થતું ન હોવાનું આવવા છતાં પણ તેણીને હેરાન પરેશાન કરતા હતા. નવસારી મહિલા પોલીસમાં 6ઠ્ઠી ઓગસ્ટે લેખિત અરજી આપી હતી, ત્યારબાદ ગોઠવેલા સામાજિક બેઠકમાં 50 લોકોને બોલાવી અપમાન કરી કેસ કરવાની ના પાડી કોઈને પણ કહેશે તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી પણ આપી હતી.

આ અંગેની ફરિયાદમાં પોલીસે પતિ જયકુમાર પટેલ, મંગુભાઇ પટેલ, ચંદનબેન પટેલ (ત્રણેય રહે. ચીખલી) તથા નણંદ પૂજા પટેલ, નણદોઈ દેવેન્દ્ર પટેલ (રહે. ચીખલી) સામે શારીરિક-માનસિક ત્રાસ ગુજારવા અને દહેજ ધારાની જોગવાઈ મુજબ ગુનો નોંધી પીએસઆઈ-ડી.આર.પઢેરીયાએ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...