તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની કસરત:ચીખલીની સ્પંદન મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલના વોટરકુલરમાં શોર્ટસર્કિટથી આગ લાગતા દોડધામ

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીખલી પંથકમાં વાયુવેગે વાત પ્રસરી, તંત્રએ મોકડ્રીલ જાહેર કરતા હાશકારો

ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં વોટર કુલરમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. તંત્રએ મોકડ્રીલ જાહેર કરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

ચીખલીમાં કૈઝન ગ્રુપ સંચાલિત સ્પંદન મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં બીલીમોરા નગરપાલિકાના ફાયર વિભાગ અને ચીખલી મામલતદાર દ્વારા આગની ઘટનાનું મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં અચાનક વોટર કુલરમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. આ અંગેની જાણ કરાતાં બીલીમોરા નગરપાલિકાના ફાયર ઓફિસર પંકજભાઇ દેસાઈ સહિતના સ્ટાફ ધસી આવી આગને કાબૂમાં લીધી હતી. મામલતદાર પ્રિયંકાબેન પટેલ, હોસ્પિટલના વહીવટી અધિકારી સિડની વાઘેલા સહિતની ઉપસ્થિતિમાં યોજાયેલુ મોકડ્રીલ સફળ રહ્યું હતું. એકાદ માસ પહેલા ચીખલીની એક હોસ્પિટલમાં મોકડ્રીલ કરવા જરૂરી જાળવણી અને મરામતના અભાવે પાણીની પાઇપ કાટ લાગવાના કે અન્ય કારણોસર ફીટ થઈ જતા ખુલી જ ન હતી અને પાણી પણ પૂરતા દબાણથી નહીં આવતા મોકડ્રીલ સફળ રહ્યું ન હતું અને આ હોસ્પિટલના સંચાલકોની બેદરકારી સામે આવી હતી. હોસ્પિટલમાં મોકડ્રીલ સફળતાપૂર્વક પાર પડ્યું હતું. આ દરમિયાન પંકજભાઈ દેસાઈએ હોસ્પિટલના સ્ટાફને આગ જેવી દુર્ઘટનાના સમયે શુ કરવું તકેદારીના કયા પગલાં ભરવા સહિતની વિસ્તૃત માહિતી આપી માહિતગાર કર્યા હતા. હોસ્પિટલના વહીવટી અધિકારી સિડનીભાઇ વાઘેલાએ પણ સ્ટાફને તાલીમ અને જાણકારી માટે મોકડ્રીલ યોજવા બદલ વહીવટી તંત્ર અને નગરપાલિકાના ફાયર વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલ સહિતની વિવિધ મલ્ટીપલ બિલ્ડીંગોમાં આગનું મોકડ્રિલ યોજાઇ રહ્યું છે. સુરતમાં તક્ષશિલામાં ભયંકર આગને પગલે કેટલાય વિદ્યાર્થીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. તંત્ર દ્વારા ફરીથી આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તમામ કામગીરી કરાઇ રહી છે. મલ્ટીપલ બિલ્ડીંગોમાં ખાસ કરીને હોસ્પિટલોમાં આગ લાગવાની શક્યતા વધી જતી હોય તેમજ હોસ્પિટલમાં દર્દીઓની અને સ્ટાફની સંખ્યામાં પણ ઘણી વધારે હોય કામગીરી કરવામાં મુશ્કેલી થવાની શક્યતા છે. જેથી આવી ઘટના ઘટે ત્યારે પૂર્વ તૈયારીના ભાગરૂપે નવસારીમાં ચીખલી ઉપરાંત વાંસદા તાલુકાની હોસ્પિટલોમાં પણ મોકડ્રીલનું આયોજન કરાયું હતું. જેને ફાયર બ્રિગેડના જવાનોએ સુપેરે પાર પાડ્યું હતું. કેટલાક સમય માટે લોકો આ ઘટનાને સાચી હોવાનંુ માની ગયા હતા, પરંતુ તંત્રે મોકડ્રીલ હોવાની જાહેરાત કરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...