તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલેજ સર્કલની ઘટના:ચીખલી પોલીસે 200 લીટર ડિઝલ સાથે 2ની અટક કરી

ચીખલી13 દિવસ પહેલા
 • કૉપી લિંક

ચીખલી પોલીસે 200 લીટર ડિઝલના જથ્થા સાથે કોલેજ સર્કલ પાસેથી બે ને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચીખલી પોલીસને મળેલી બાતમીના આધારે કોલેજ સર્કલ પાસે વાંસદા તરફથી આવતી મારુતિ સુઝુકી ઇકો કાર નં: જીજે-21-એક્યુ-6265ને અટકાવી તપાસ કરતા પ્લાસ્ટિકના 200 લીટર બેરલ ડીઝલવાળા મળી આવતા આ ડીઝલના જથ્થા બાબતે કોઈ બીલ કે આધાર પુરાવા રજુ ન કરી શકતા પોલીસે રૂ.33,200/-ના ડીઝલનો જથ્થો, એક મોબાઇલ ફોન તેમજ ઇકો કાર મળી કુલ રૂ.2,38,500/-ના મુદ્દામાલ કબ્જે કરી ઇકો કાર ચાલક નવરતસિંગ પરભુસિંગ રાવત તથા નરેન્દ્રરાવત પરભુસિંગ રાવત (બંને રહે.બીલીનાકા અનાવિલ મહોલ્લો તા.ગણદેવી જી.નવસારી) સામે 41 (1) ડી મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરોક્ત ડીઝલનો જથ્થો બામણવેલ પાટીયા પાસે રહેતા રામપ્રસાદ કુમાવતના ઘરના પાછળના ભાગે આવેલ ગોડાઉનમાંથી એક 200 લીટરનું બેરલ અને બીજું બેરલ રાનકુવાથી આગળ આવેલ એક ગામમાંથી રામપ્રસાદ કુમાવતના કહેવા મુજબ તેઓની સાથે જઈને ભર્યું હોવાનું પકડાયેલા આરોપીએ પોલીસ સમક્ષ જણાવતા તેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો