તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સભ્યોની પસંદગી:ચીખલી APMCમાં ચેરમેન અને વા.ચેરમેન બિનહરીફ

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેરમેનપદે કિશોરભાઈ પટેલ અને વાઈસ ચેરમેનપદે પરિમલ દેસાઈની વરણી

ચીખલી એપીએમસીના ચેરમેનપદે કિશોરભાઈ પટેલ અને વાઇસ ચેરમેનપદે પરિમલ દેસાઈ બિનહરીફ ચૂંટાઇ આવતા પદભાર સાંભળ્યો હતો. એપીએમસીના ચેરમેનપદે કિશોરભાઈ પટેલે સતત 16 વર્ષથી સફળતાપૂર્વક સુકાન સંભાળી રહ્યાં છે.

એપીએમસીમાં જિલ્લા રજીસ્ટ્રાર અને ચૂંટણી અધિકારી એચ.આર.પટેલની ઉપસ્થિતિમાં ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાતા ચેરમેનપદ માટે કિશોરભાઈ પટેલની દરખાસ્ત ડિરેકટર હિતેનભાઈ પટેલે અને ટેકો અમ્રતભાઈ પટેલે, જ્યારે વાઇસ ચેરમેનપદ માટે દરખાસ્ત ફડવેલના ચીમનભાઈએ અને ટેકો ટાંકલના ડિરેકટર જે.ડી.પટેલે કરતા વાઇસ ચેરમેનપદે દેગામના પરિમલભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા.

વર્ષ-2005થી એપીએમસીના ચેરમેનપદે સાદકપોરના કિશોરભાઈ પટેલ બિરાજમાન છે. ખેડૂતો-વેપારીઓનો વિશ્વાસ સંપાદન કરવા તેઓ સફળ રહેતા તેમની આગેવાનીમાં ભાજપ સમર્થિત પેનલનો વિજય થયો હતો. ચૂંટણી પ્રક્રિયામાં કુકેરીના અમ્રતસિંહ પરમાર, ઘેજના ધર્મેશભાઈ પટેલ, દોણજાના હરિકૃષ્ણ પટેલ, ખેરગામના શીલ્પેશભાઈ, જીવણભાઈ, ચીખલીના મજીદભાઈ મેમણ, કલીયારીના અશોકભાઈ પટેલ સહિતના ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યાં હતા. ચેરમેનપદે કિશોરભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદે પરિમલભાઈ દેસાઈએ વિધિવત ચાર્જ સાંભળતા કાવેરી સુગરના ચેરમેન આનંદભાઈ દેસાઈ સહિતનાએ અભિનંદન પાઠવ્યાં હતા.

એપીએમસીના ચેરમેનની પાંચ વર્ષ માટે જ્યારે વાઇસ ચેરમેનની અઢી-અઢી વર્ષની ટર્મ નક્કી કરાઇ હતી. જેમાં પ્રથમ અઢી વર્ષ ચીખલી અને પછીના અઢી વર્ષ માટે ખેરગામના ડિરેકટરને વાઇસ ચેરમેન ફાળવવામાં આવશે. ચૂંટણી પૂર્વે સરકિટ હાઉસમાં ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલ ચૂંટણી અધિકારી ચુનીલાલ પટેલે આ મુજબની જાહેરાત કરી હતી. ડિરેક્ટરો સાથેની બેઠકમાં ભાજપના મહામંત્રી બાલુભાઈ પાડવી, અગ્રણી આનંદભાઇ દેસાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

શરૂઆતમાં કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામનાર ડિરેકટર નગીનભાઈ ગાવિત અને ઉત્તમભાઈ પટેલને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ચેરમેન કિશોર પટેલ અને વાઇસ ચેરમેન પરિમલ દેસાઇની વરણીને તમામ સભ્યોએ વધાવી લઇ તેમની કામગીરી સફળતા પૂર્વક પાર પાડે તેવી શુભેચ્છા પાઠવી હતી.

કોંગ્રેસ અગ્રણીઓની ચેરમેનપદની વરણી સામેની વાંધા અરજી ફગાવાઇ
કોંગ્રેસ અગ્રણીઓની ચેરમેનપદે કિશોરભાઈ પટેલની વરણી સામેની વાંધા અરજી ચૂંટણી અધિકારીએ ફગાવી દીધી હતી. કોંગ્રેસ અગ્રણી આઈ.સી.પટેલ અને ઈશ્વર મોરારભાઈ દ્વારા બે ટર્મ ચેરમેનપદે રહી ચૂકેલા ડિરેકટર ત્રીજી ટર્મ ચેરમેનપદે રહી નહીં શકે તેવી સરકારની જોગવાઈ આગળ ધરી કિશોરભાઈ પટેલ સામે વાંધો રજૂ કરાયો હતો. જોકે આ જોગવાઇ અમલમાં આવ્યાંના પ્રારંભ બાદ બે-ટર્મ નહીં હોવી જોઈએ એવી સ્પષ્ટતા જોગવાઇમાં હોવાથી ચૂંટણી અધિકારી એચ.આર.પટેલે વાંધો ફગાવી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...