તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ચીખલી આરોગ્યનો આઉટ સોર્સિંગ સ્ટાફ ત્રણ માસથી પગારથી વંચિત

ચીખલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક

ચીખલી તાલુકામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આઉટ સોર્સિંગ સ્ટાફને ત્રણ માસથી પગાર ન ચૂકવાતા હડતાળ શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. કોરોના કાળમાં પોતાના અને પરિવારના જીવન જોખમે ફરજ બજાવતા કર્મચારીઓની આર્થિક હાલત દયનીય બની છે.

ચીખલી તાલુકામાં સમાવિષ્ટ રાનકુવા, ફડવેલ, ઘેજ, સાદકપોર, કુકેરી, ફડવેલ સહિતના 12 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર ખાનગી એજન્સીના માધ્યમથી ફરજ બજાવતા સેવક,સેવિકા,સ્વીપર,ડ્રાઇવર સહિતના 50ની આસપાસના કર્મચારીઓનો નવેમ્બર માસથી જાન્યુઆરી એટલે કે ત્રણ માસનો પગાર ચૂકવાયો નથી. આ કર્મચારીઓની રોજગારી માટેની મજબૂરી કે લાચારીનો લાભ ઉઠાવાતો હોય તેમ વારંવાર આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે અને સમયસર પગાર થતો નથી.

મોટાભાગે બે-ચાર માસ પછી જ પગાર થતો આવ્યો છે. કોરોનાની કપરી સ્થિતિમાં પણ આ કર્મચારીઓએ પોતાના અને પરિવારના જીવન જોખમે ફરજ બજાવતા આવ્યા છે. આજે ત્રણ માસ સુધી પગાર ન મળતા આ કર્મચારીઓની આર્થિક સ્થિતિ પણ કફોડી થઈ છે. ચીખલીમાં આઉટસોસિંગના કર્મચારીઓ દ્વારા તાલુકાના આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી પગાર ન મળે ત્યાં સુધી ફરજ ઉપર હાજર ન રહેવાનું જણાવી હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.\nમુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દિલીપભાઈ ભાવસારના જણાવ્યાનુસાર આઉટ સોર્સિંગ કર્મચારીઓનો પગાર એકાઉન્ટમાં કરવાની પ્રક્રિયા ચાલુ છે અને આ અંગે હું તપાસ કરી લઉં છું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો