ફૂટબોલની ટીમમાં પસંદગી:ચીખલી કોલેજની છાત્રાઓની VNSGU ફૂટબોલ ટીમમાં પસંદગી

ચીખલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય છાત્રાને સ્ટેન્ડ બાય તરીકે રખાઇ

ચીખલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થિની અલફીયા બરાનપુરીની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ફૂટબોલની ટીમમાં પસંદગી થતા કોલેજ પરિવારમાં ખુશી ફેલાઇ હતી. આ ટીમ ફૂટબોલની ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લેશે.

બારડોલીમાં પીઆરબી આર્ટ્સ એન્ડ પીજીઆર કોમર્સ કોલેજમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની બહેનો માટેની ફૂટબોલની ટીમની પસંદગી યોજાઇ હતી. જેમાં વિવિધ કોલેજમાંથી 40 જેટલી વિદ્યાર્થિનીએ ભાગ લીધો હતો. જેમાં 16 સભ્યોની ફૂટબોલની ટીમમાં ચીખલીની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની ટીવાયબીએની વિદ્યાર્થિની અલફિયા બરાનપુરીની પસંદગી થઈ છે.

અન્ય વિદ્યાર્થિની જીગીશા બાગુલની સ્ટેન્ડ બાય તરીકે પસંદગી થતા સમગ્ર કોલેજ પરિવારમાં ખુશી ફેલાઈ ગઇ છે. આ ટીમ ફૂટબોલની ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લેશે. ચીખલી કોલેજની બન્ને વિદ્યાર્થિનીઓને તાલીમ અને માર્ગદર્શન પ્રાધ્યાપક ડો.જયમલ નાયક દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.

આ સિદ્ધિ માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી દર્શનભાઈ દેસાઈ, સિનિયર ટ્રસ્ટી અરવિંદભાઈ દેસાઈ, સેક્રેટરી સોનલબેન દેસાઈ, આચાર્યા ફાલ્ગુનીબેન દેસાઈ, વાઇસ પ્રિન્સિપાલ ડો.મુકેશભાઈ પટેલ સહિતનાએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...