તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

APMC ચૂંટણી:ચીખલી APMCની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલનો તમામ બેઠક પર વિજય

ચીખલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તમામ 10 બેઠક ભાજપના ગજવે, કોંગ્રેસ સમર્થિત પેનલનો સફાયો

ચીખલી એપીએમસીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલનો 10 બેઠક પર ભવ્ય વિજય થયો હતો. કોંગ્રેસ સમર્થિત પેનલ ગત ટર્મની એક બેઠક પણ જાળવી શકી નહતી.

ચીખલી તાલુકાના ખેડૂતો માટે મહત્ત્વની સહકારી સંસ્થા એવી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં વેપારી અને પ્રોસેસ વિભાગની 6 બેઠક ભાજપ સમર્થિત પેનલની પહેલેથી જ બિનહરીફ થઈ હતી. ખેડૂત વિભાગની 10 બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ સમર્થિત પેનલ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. ભાજપ સમર્થિત પેનલના તમામ 10 ઉમેદવારનો ભવ્ય વિજય થતા ભાજપી કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાજપ સમર્થિત પેનલ વર્તમાન ચેરમેન કિશોરભાઈ પટેલની આગેવાનીમાં કન્વિનર પરિમલ દેસાઈ, ધારાસભ્ય નરેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો.અમીતાબેન પટેલ, તાલુકા ભાજપના પ્રમુખ મયંકભાઈ પટેલ, મહામંત્રી બાલુભાઈ પાડવી,સમીરભાઈ પટેલ સહિતના સાથે યોગ્ય સંકલન કરી મેદાનમાં હતા.

એપીએમસીમાં છેલ્લા 28 વર્ષથી ભાજપનું શાસન અકબંધ રહ્યું છે. આજે ફરીવાર ખેડૂતોએ કિશોરભાઈ પટેલની આગેવાનીવાળી ભાજપ સમર્થિત પેનલ પર વિશ્વાસ મૂકી વિજય બનાવ્યા છે. એપીએમસીની ચૂંટણીમાં કોંગ્રેસ સમર્થિત પેનલ દ્વારા ખેરગામ તાલુકામાં ઉમેદવાર અને એપીએમસી છૂટી પાડવા સહિતના મુદ્દા ચલાવાયા હતા પણ કોંગ્રેસનો અપ્રચાર ચાલ્યો ન હતો અને ખેડૂતોએ આવા મુદ્દાને ફગાવી દીધા હતા. તાલુકા-જિલ્લામાં હારનું ઠીકરું EVM પર ફોડી જનઆક્રોશ રેલી યોજી હતી પરંતુ આ એપીએમસીની ચૂંટણી બેલેટ પેપર પર યોજાતા હવે હારનું ઠીકડું ફોડવાની સ્થિતિ રહી ન હતી. કોંગ્રેસ ગતટર્મની એક બેઠક સાચવવામાં પણ નિષ્ફળ રહી હતી.

વિજેતા ઉમેદવારોની યાદી
કિશોરભાઈ પટેલ (સાદકપોર) -183, નગીનભાઈ ગાવિત (રૂમલા)- 178, જીતેન્દ્રભાઈ પટેલ (ટાંકલ)- 172, ધર્મેશભાઈ પટેલ (ઘેજ) 170,\nઅમ્રતભાઈ પટેલ (ઘેકટી) 169, પરિમલભાઈ દેસાઈ (દેગામ)-165, હરિકૃષ્ણભાઈ પટેલ (દોણજા)-165, હિતેનભાઈ પટેલ (રાનકુવા)-164, ઉત્તમભાઈ પટેલ (રાનવેરીકલ્લા)- 161, ચેતનભાઈ પટેલ (ફડવેલ)- 159 મત મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો