તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચીખલી તાલુકાના તલાવચોરા-ઘેજ માર્ગ પર ખરેરા નદીના પુલ નજીક ટ્રેકટરની અડફેટે બાઈકચાલકનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. બનાવની પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર વલસાડ તાલુકાના નાના ઠક્કરવાડાના રહીશ રોનક શિરિષભાઇ પટેલ (ઉ.વ.આ. 31) પોતાની હોન્ડા યુનિકોન બાઈક (નં. જીજે-15-ડીબી-1107) પર સવાર થઈને કલવાડા તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન ટ્રેકટર-ટ્રેલર (નં. જીજે-23-એસી-4583)ના ચાલકે રોનક પટેલની બાઈકને અડફેટે લેતા રોનકને માથા તેમજ કમરના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેને સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
જોકે ટ્રેકટર ચાલક જીગર પટેલને પણ શરીરે નાની-મોટી ઇજા થતાં તબીબી સારવાર લેવાની નોબત આવી હતી. આ ઘટનાની ફરિયાદ ચીખલી પોલીસમાં નોંધાતા ચીખલી પોલીસે ટ્રેકટર ચાલક જીગર મોહનભાઇ પટેલ (રહે. નાંદરખા, તા.ગણદેવી) વિરૂદ્ધ ગુનો દાખલ કરી ચીખલી પોલીસ તપાસ કરી રહી છે. રોનક પટેલ માતા-પિતાનો એકમાત્ર આધાર સ્તંભ હતો.
108 કર્મીઓએ માનવતાનું ઉદાહરણ પુરૂં પાડ્યું
ચીખલી તાલુકાના ઘેજ ખેરરા નદીના ઉત્તર છેડે થયેલા અકસ્માતની ઘટનામાં રોનક પટેલનું મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બાદ 108ના ચાલક મુકેશ પટેલ તેમજ તેમના સહકર્મચારી જિનલ પટેલ તત્કાળ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્ત રોનક પટેલને સારવાર અર્થે આલીપોર હોસ્પિટલમાં લઈ ગયા હતા. ઈજાગ્રસ્ત રોનક પટેલ પાસે પગાર ચૂકવણી માટે આશરે રૂ. 1.30 લાખ જેટલી રોકડ રકમ હોય તેમજ કેટલાક દસ્તાવેજી કાગળો 108ના કર્મચારીઓએ આલીપોર હોસ્પિટલમાં તબીબોની હાજરીમાં રોનક પટેલના સગાસંબંધીઓને હેમખેમ સુપરત કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.