ચર્ચાનો વિષય:રાનવેરીખુર્દ અને ખરોલી ગામમાં ભાજપ બહિષ્કારના બેનર લાગ્યા

ચીખલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચીખલી રાનવેરીખુર્દ, ખરોલી ગામમાં બેનરો લાગતા ચર્ચાનો વિષય બન્યો. - Divya Bhaskar
ચીખલી રાનવેરીખુર્દ, ખરોલી ગામમાં બેનરો લાગતા ચર્ચાનો વિષય બન્યો.
  • બેનરમાં આદિવાસીઓ સાથે અન્યાય કરાયાની કેફિયત

વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ચીખલી તાલુકાના રાનવેરીખુર્દ અને ખરોલીમાં ભાજપના બહિષ્કારના બેનરો લાગતા ચર્ચાનો વિષય બન્યો છે. ચીખલી તાલુકાના રાનવેરીખુર્દના મહાદેવ ફળિયા અને ખરોલી બારોલીયા ફળિયામાં એક કરોડ આદિવાસીઓ ખોટા પ્રમાણપત્રો, નોકરીઓ તેમજ પ્રોજેક્ટમાં ઘોર અન્યાય સામે ભાજપનો બહિષ્કાર કરશે તેવા બેનરો લગાવાયા છે.

રાનવેરીખુર્દમાં બે બેનરો અને ખરોલીમાં ચાર જેટલા બેનરો ભાજપના બહિષ્કારના જોવા મળી રહ્યા છે. રાનવેરીખુર્દ અને ખરોલીમાં કોઈપણ સંગઠન આગેવાનના નામ વિના બેનરો ખરેખર કોણે લગાવ્યા તે તપાસનો વિષય છે પરંતુ આ સમગ્ર મામલે ચર્ચાનો વિષય બન્યો છે.

આ બેનરો આદિવાસી સમાજને ભાજપ વિરુદ્ધ ઉશ્કેરી આવનારી ચૂંટણીમાં તેનો રાજકીય લાભ ખાટવાના હેતુથી કોઈ રાજકીય પક્ષ કે આગેવાનોના ઇશારે લગાવવામાં આવ્યા છે. આ બાબતે પોલીસ દ્વારા તટસ્થ તપાસ હાથ ધરી આ બેનરો લગાવવામાં પડદા પાછળ કોણ છે તે હકીકત બહાર લાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું. જો કે ભાજપના બહિષ્કારના બેનરોને લઈ આ વિસ્તારમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે.

અન્ય સમાચારો પણ છે...