તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂર્વ તૈયારી:રૂમલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટરો અને મેડિકલ ઉપકરણો એનાયત

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકશન એઇડ સંસ્થાના માધ્યમથી ધારાસભ્યના હસ્તે ભેટ આપવામાં આવી

રૂમલા સીએચસીમાં ધારાસભ્ય અનંત પટેલના હસ્તે ઓક્સિજન કોન્સન્ટ્રેટરો અને મેડિકલ ઉપકરણો આપવામાં આવ્યા હતા.જેને પગલે સીએચસી સેન્ટરમાં વધુ સુવિધા ઉપલબ્ધ થઇ છે. ચીખલી તાલુકાના રૂમલા સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એક્શન એઇડ સંસ્થાના માધ્યમથી ત્રણ જેટલા ઓક્સિજન કોન્સનટ્રેટરો, પીપીઇ કીટ,થર્મલ ગન,માસ્ક અને અન્ય મેડિકલ ઉપકરણો ચીખલી-વાંસદાના ધારાસભ્ય અનંતભાઇ પટેલના હસ્તે તાલુકા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઇ પટેલ, યુવા અગ્રણી અમીષ પટેલ ઉપરાંત વલ્લભભાઇ દેશમુખ, મહિલા કોંગ્રેસના પ્રમુખ ભાવનાબેન સહિતના આગેવાનો ડો.મુકેશ પટેલ,જગદીશભાઈ,અનિલભાઈ સહિતનાની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યા હતા.

એક્શન એઇડ સંસ્થા દ્વારા કોરોનાકાળમાં આદિવાસી વિસ્તારમાં જન જાગૃતિ અભિયાન ચલાવી કોરોના વિશેની ગેરમાન્યતાઓ દૂર કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો.આ ઉપરાંત લિમઝર, ખેરગામ સીએચસીમાં પણ ઓક્સિજન કોન્સનટ્રેટરો તથા અન્ય સાધનો પુરા પાડ્યા બાદ ધારાસભ્ય અનંત પટેલે ધ્યાન દોરતા આ સંસ્થા દ્વારા રૂમલા સીએચસીમાં પણ સાધનો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય અનંત પટેલે એક્શન એઇડ સંસ્થાની સેવાભાવી પ્રવૃત્તિને બિરદાવી આભારની લાગણી વ્યક્ત કર્યા બાદ જણાવ્યું હતું કે રૂમલા સીએચસીમાં આવેલા એક્ષ-રે મશીન છેલ્લા છ-માસથી બગડેલ છે.

અહીંના ડોક્ટરો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતા રિપેરીંગ માટે કોઈ આગળ આવતું નથી તો આ એક્ષ-રે રિપેરીંગનો તમામ ખર્ચ ચીખલી તાલુકા કોંગ્રેસ ઉઠાવશે. રૂમલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવેલા મેડિકલ ઉપકરણોથી સ્થાનિક સહિત આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો માટે મહત્વપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરાતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. છેલ્લા કેટલાક સમયથી કોરોના સંક્રમણ સામે સમગ્ર રાજ્યમાં મેડિકલ ઉપકરણોનું વિતરણ કરી લોકોના સુખાકારી માટે સત્તાધીશો આગળ આવી રહ્યા છે. આ ઉપરાંત સેવાકીય સંસ્થાઓ પણ પોતાનુ યથાયોગ્ય યોગદાન આપી સામાન્ય વ્યક્તિથી લઇ તમામને મદદરૂપ થવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...