લોકોમાં ભય:કુકેરી ગામે રાત્રે રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિડીયો વહેતો થતાં પાંજરૂ મુકાય તેવી લોક માંગ ઉઠી

ચીખલી તાલુકાના કુકેરી ગામે રાત્રિ દરમિયાન રહેણાંક વિસ્તારમાં દીપડો વિહરતો હોવાનો વીડિયો વહેતો થયો છે. વનવિભાગ તપાસ હાથ ધરી પાંજરૂ ગોઠવી તે જરૂરી બન્યું છે. ચીખલી તાલુકાના કુકેરી ગામના હનુમાન ફળિયા વિસ્તારમાં એક બંધ ઘરની આસપાસ રાત્રિ સમય દરમિયાન દીપડો લટાર મારતો જોવા મળી રહ્યો છે. આ ઘર ઘણા સમયથી બંધ છે પરંતુ આસપાસનો વિસ્તાર પણ રહેણાંક હોવાથી આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયો છે. કુકેરીના આજ વિસ્તારમાં એકાદ વર્ષ પૂર્વે પણ દીપડાની અવરજવર જોવા મળી હતી.

આ વિસ્તારમાં અગાઉ બે જેટલા વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો હતો. આ ઉપરાંત કેટલાક પશુઓને પણ દીપડાએ નિશાન બનાવ્યા હતા. કુકેરીના હનુમાન ફળિયા વિસ્તારમાં હાલ છેલ્લા ઘણા સમયથી સાંજના સાતેક વાગ્યા બાદ દીપડો દરરોજ લટાર મારતો હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઇને આ વિસ્તારના લોકો ભયભીત બન્યા છે.

વનવિભાગ જરૂરી તપાસ કરી દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરે તે જરૂરી છે. આ દીપડા સાથે બે જેટલા બચ્ચા પણ હોવાનું જાણવા મળ્યું હતું.આરએફઓ-વાઘેલાના જણાવ્યાનુસાર ફોરેસ્ટરને પૂછીને તપાસ કરાવી લઉં છું.

ઘણાં સમયથી દીપડો દેખાય છે
અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રાત્રિ દરમિયાન દીપડો દરરોજ જોવા મળી રહ્યો છે, સાથે બે બચ્ચાં પણ છે. અમારા વિસ્તારમાં દીપડાએ અગાઉ માનવી પર હુમલો પણ કર્યા હતા ત્યારે ફરી દીપડાની અવરજવરને પગલે લોકોએ સાવચેતી રાખવા પડી રહી છે. > નિલેશસિંહ પરમાર, કુકેરી હનુમાન ફળિયા

અન્ય સમાચારો પણ છે...