ચીખલી તાલુકાના સિયાદા, પ્રધાનપાડા, અગાસી એમ ત્રણ ગ્રામ પંચાયતના નવા મકાનની ખાતમુહૂર્તવિધિ કરવામાં આવી હતી. સિયાદામાંથી વિભાજન થઇ નવી અમલમાં પ્રધાનપાડા ગ્રામ પંચાયતના પણ નવા મકાનનો પ્રારંભ કરતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ હતી.
સિયાદા, પ્રધાનપાડા અને અગાસી એમ ત્રણ જેટલી ગ્રામ પંચાયતોમાં નવા મકાનનો પ્રારંભ જિલ્લા પંચાયત સભ્ય બાલુભાઇ પાડવીના હસ્તે ભાજપના મહામંત્રી દિનેશભાઇ મહાકાળ, તાલુકા સભ્ય જગનભાઈ દેશમુખ, અશ્વિનભાઈ દેસાઈ ઉપરાંત સ્થાનિક આગેવાનો બળવંતભાઈ, રાકેશભાઈ, અગાસીના સરપંચ રેખાબેન સહિતની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય બાલુભાઈ પાડવીએ જણાવ્યું હતું કે સિયાદા ગામનું વિભાજન કરી પ્રધાનપાડા દ્વારા નવી ગ્રામ પંચાયત અમલમાં લાવવાનું ભૌગોલિક રીતે પણ અનિવાર્ય હતું
આ વિસ્તારના લોકોની ઘણા સમયથી માગણી હતી. જેને ધ્યાનમાં લઇ સ્થાનિક લોકોની સુખાકારી માટે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ અંગત રસ દાખવતા ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે પ્રધાનપાડાની નવી ગ્રામ પંચાયત અમલમાં આવી છે. આજે નરેશભાઈના પ્રયાસથી જ નવી ગ્રામ પંચાયતના અમલ સાથે પ્રદાન કરવામાં ગ્રામ પંચાયત કચેરીનું મકાન પણ તૈયાર થઇ જશે. આ માટે સ્થાનિક આગેવાનો દ્વારા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.