દક્ષિણ ગુજરાતમાંથી ગાડીઓ ભાડા પેટે લઈ જઈ હડપ કરવાના કૌભાંડના પર્દાફાશ થયા બાદ આ જ મોડસ ઓપરેન્ડીથી ગાડી પ્રકરણમાં નવસારી જિલ્લામાંથી નવ જેટલી ગાડી છેતરપિંડી કરી પરત નહીં કરવા બાબતે વલસાડ જિલ્લાના બે શખસ સામે ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. તે અંતર્ગત ચીખલી પોલીસે વડોદરા પોલીસ પાસેથી હેમિલનો કબજો લીધો હતો અને વધુ તપાસ અર્થે 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
આગળ વધશે તેમ નિતનવા રહસ્યો બહાર આવશે તેવી ભીતિ
પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતમાંથી વિશ્વાસમાં લઇ અથવા તો ભાડા પેટે લઈ છેતરપિંડી કરવાના કૌભાંડનો રેલો વડોદરા સુધી પહોંચ્યા બાદ વડોદરા પોલીસે વલસાડના હેમિલ અને વડોદરાના હિમાંશુની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં 9 જેટલી ગાડી બાબતે છેતરપિંડી કરવા બાબતે ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ અંતર્ગત ચીખલી પોલીસ દ્વારા વડોદરા પોલીસ પાસેથી હેમિલનો કબજો મેળવી કોર્ટ પાસે વધુ તપાસ અર્થે 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. હવે જેમ જેમ તપાસ આગળ વધશે તેમ નિતનવા રહસ્યો બહાર આવશે તેવી ભીતિ સેવાઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.