દુર્ઘટના:રાનવેરીખુર્દના યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નોકરી પૂર્ણ કરી ઘરે જતી વેળા બનેલી ઘટના

આલીપોર ખાતે ડેરીમાં નોકરી પૂર્ણ કરી ઘરે જઈ રહેલા રાનવેરીખુર્દના 28 વર્ષીય યુવાનનું અકસ્માતમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે રાનવેરીખુર્દ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ચીખલી તાલુકાના રાનવેરીખુર્દ મહાદેવ ફળિયામાં રહેતા દિવ્યેશ અરવિંદભાઈ પટેલ (ઉ.વ.28) આલીપોર ખાતે આવેલી ડેરીમાં નોકરી કરતો હતો.​​​​​​​ દિવ્યેશ 22મી મેના રોજ બપોરના સમયે નોકરી પૂર્ણ કરી પોતાની હોન્ડા યુનિકોર્ન બાઈક (નં. જીજે-21-એન-9861) ઉપર ઘરે જઇ રહ્યો હતો.

દરમિયાન રાનવેરીકલ્લા અને રાનવેરીખુર્દ સીમાડા પાસે રોડ પર સામે આવી રહેલ ટેમ્પો (નં. જીજે-6-એવી-4825) સાથે અકસ્માત થતા દિવ્યેશ પટેલને માથા તેમજ શરીરે ગંભીર ઇજા થતાં પ્રથમ સારવાર અર્થે આલીપોર હોસ્પિટલ અને વધુ સારવાર અર્થે નવસારીની યશફિન હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે ટેમ્પોચાલક વિરૂદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...