તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બલવાડામાં ગેરકાયદે 99 બકરા લઇ જતી ટ્રક ઝડપાઇ

ચીખલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ.11.98 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

ચીખલી પોલીસ બલવાડા ને.હા.નં:48 ઉપર વાહન ચેકીંગમાં હતી. દરમ્યાન સુરતથી મુંબઈ તરફ જતી એક ટ્રક નં:જીજે-24-એક્સ-5888 જેને આંતરીને ટ્રકની તલાસી લેતા ટ્રકમાં ખીચોખીચ ક્રૂરતા પૂર્વક 99 જેટલા બકરાઓ ભરેલા હોય અને બકરાઓ માટે ઘાસચારાની પણ કોઈ વ્યવસ્થા ન હોય અને ચાલક પાસે પાસ પરમીટ કરતા વધારે બકરા ભરેલ હોય પોલીસે ગુનો દાખલ કરી ટ્રક ચાલક સલમાન સલીમ સિપાઈ (ઉ.વ-24) (રહે.નાગોરી વાસ વાધણા તા.સિધ્ધપુર જી.પાટણ) તેમજ ક્લીનર મોઇનખાન યુનુસખાન પઠાણ (ઉ.વ-26) (રહે.સિપાઈ વાસ વાઘણા તા.સિધ્ધપુર જી.પાટણ) ની ધરપકડ કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. 99 જેટલા બકરાની વાપી પાંજરાપોળ મોકલી આપી પોલીસે 1.98 લાખના બકરા અને 10 લાખની ટ્રક મળી કુલ્લે રૂ.11.98 લાખનો મુદ્દમાલ કબ્જે કરી બે સામે પશુ ક્રૂરતા અધિનિયમ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે..

અન્ય સમાચારો પણ છે...