તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવઢવ:ચીખલીના સારવણી ગામે પરંપરાગત સંગીત વાદ્ય તુરના સૂરની હરિફાઇ કે બર્થ ડે પાર્ટી? અવઢવ ! પોલીસે 16 સામે ગુનો નોંધ્યો

ચીખલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અંતરિયાળ ડુંગર પર હજારો લોકોની ભીડ એકઠી થતાં મામલો ગરમાયો - Divya Bhaskar
અંતરિયાળ ડુંગર પર હજારો લોકોની ભીડ એકઠી થતાં મામલો ગરમાયો
  • કોરોના સંક્રમણને અટકાવવા તંત્ર ઝઝુમી રહ્યું છે ત્યારે અંતરિયાળ ડુંગર પર હજારો લોકોની ભીડ એકઠી થતાં મામલો ગરમાયો
  • કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થતા પોલીસે બર્થ-ડે પાર્ટી આયોજક, મંડપ અને તુરવાળા સામે કાર્યવાહી કરી

રાજ્યમાં હવે ધીરે-ધીરે કોરોના કાબૂમાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, પરંતુ ક્યાંકને ક્યાંક બેજવાબદાર લોકો દ્વારા લોકોને એકઠાં કરીને વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવી રહ્યાં છે, જેના કારણે કોરોનું સંક્રમણ ફરી વધશે તેવી આશંકા છે. નવસારીના ચીખલીના સારવણી ગામમાં પણ શનિવારે રાત્રે આદિવાસી સમાજની વર્ષોથી ચાલી આવતી તુર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના સંક્રમણ અને તેને લગતા નિયમો પ્રત્યે ઉપસ્થિત સૌ કોઇ બેદરકાર જોવા મળ્યું હતું. આ કાર્યક્રમમાં સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો છે.

જોકે પોલીસેના જણાવ્યા અનુસાર વિક્રમ ધનસુખભાઈ પટેલ (ઉ.વ-30) (રહે.સારવણી ફણસપાડા તા.ચીખલી)ની જન્મ દિવસની ઉજવણીમાં તુર વાજિંત્ર ઉપર પરંપરાગત રીતે ભેગા મળી નાચગાન કર્યું હતુ તેમ નોંધાયુ છે. જન્મ દિવસની ઉજવણીમાં પોલીસની કોઈપણ જાતની મંજૂરી વિના મંડપ બાંધી તુર વગાડી તેના પર નાચગાન માટે તુરવાળાની ત્રણ જેટલી ટીમ બોલાવી અને મોટી સંખ્યામાં લોકો એકત્ર જાહેરમાં બર્થ-ડેની ઉજવણી કરતા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અને માસ્ક પણ ઉપસ્થિતોમાં મોટેભાગે લોકોએ ન પહેરતા પોલીસે એપેડેમીક એક્ટ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી બર્થ-ડે પાર્ટી ઉજવનાર વિક્રમ ધનસુખભાઈ પટેલ, મંડપવાળા મંગુભાઇ રવજીભાઈ પટેલ (રહે.વિઠ્ઠલ વાડી, સારવણી તા.ચીખલી) તથા તુરવાળા ત્રણ ટીમના સભ્યો તથા અન્ય મળી રવિવારની મોડી સાંજે 16 જેટલાની ધરપકડ કરી હતી. બીજી તરફ આ બર્થ-ડે પાર્ટીને રાજકીય રૂપ અપાઇ રહ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પરંપરાગત ઉજવણી હોવાથી ઉપસ્થિતોની સંખ્યા વધી ગઇ હતી. જોકે, કોરોના સંક્રમણને લઇ આયોજકો સામે ગુનો દાખલ કરાયો છે.

ચીખલીના સારવણી ગામે પરંપરાગત સંગીત વાદ્ય તુરના સૂરની હરિફાઇ કે બર્થ ડે પાર્ટી?
ચીખલીના સારવણી ગામે પરંપરાગત સંગીત વાદ્ય તુરના સૂરની હરિફાઇ કે બર્થ ડે પાર્ટી?

સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં, ઉજવણીના ઉન્માદમાં કોરોના ભૂલાયો
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સારવણી ગામે દર વર્ષે તુર હરીફાઈ યોજવામાં આવે છે. આદિવાસી સંસ્કૃતિની જીવંત રાખવામાં માટે વર્ષોથી પરંપરા જળવાયેલી છે. જોકે આ વખતે જ્યારે કોરોના સંક્રમણના કારણે સરકાર તરફથી તમામ ધાર્મિક તહેવારો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે સારવણી ગામમાં ગઇકાલે રાત્રે કહેવાય છે કે, તુર હરીફાઈ યોજાઇ હતી. જેમાં ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા. ઉજવણીના ઉન્માદમાં કોરોના ભૂલાયો હતો.

વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થતા પોલીસે બર્થ-ડ પાર્ટી આયોજક, મંડપ અને તુરવાળા સામે કાર્યવાહી કરી
વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થતા પોલીસે બર્થ-ડ પાર્ટી આયોજક, મંડપ અને તુરવાળા સામે કાર્યવાહી કરી

તંત્રવાહકોને ખબર ન પડે તે માટે કાર્યક્રમ ડુંગર પર યોજાયો
સારવણી ગામમાં તુર હરીફાઇ કે બર્થ ડેની પાર્ટી રાત્રે 10 વાગ્યાની આસપાસ શરૂ થઇ હતી અને મોડી રાત સુધી કાર્યક્રમ ચાલ્યો હતો. મહત્વની વાત એ છે કે, આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાની કોઇને જાણ ન થાય અને સરકારી અધિકારીઓની નજર આ કાર્યક્રમ પર ન પડે એ માટે સારવણી ડુંગર પર યોજવામાં આવ્યો હતો. જોકે, વહેતા થયેલા વીડિયોથી ઘટના પ્રકાશમાં આવી હતી અને ફરિયાદ નોંધાઇ હતી.

ધારાસભ્યનું આદિવાસીઓને સમર્થન, ભાજપના મેળાવડા કરનારા સામે ગુનો નોંધો
કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ આ મામલે આદિવાસીઓના સમર્થનમાં આવ્યા છે અને પહેલા તંત્ર ભાજપના થતા વિવિધ કાર્યક્રમો પર જે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેના પર કાર્યવાહી કરે તેવી વાત કરી હતી. હાલમાં જ સુશાસન દિવસ નિમિત્તે જે રીતે ભીડ એકઠી કરવામાં આવી હતી. તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો