તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરૂણાંતિકા:ચીખલીના બામણવેલ ગામમાં ઢાળ પર પાર્ક કરેલું ટ્રેક્ટર અચાનક જ નીચે આવતા માલિકનું કચડાવાથી મોત

ચીખલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
નવસારીના ગણદેવી તાલુકાના કલવાચ ગામે રહેતા વસંતજી પટેલનું મોત. - Divya Bhaskar
નવસારીના ગણદેવી તાલુકાના કલવાચ ગામે રહેતા વસંતજી પટેલનું મોત.

ક્યારેક કુદરત એવી રીતે મૃત્યુ નક્કી કરે છે કે તેની વિષે કાળા માથા નો માનવી અંદાજ પણ લગાવી શકે નહીં. નવસારીના ગણદેવી તાલુકાના કલવાચ ગામે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા 65 વર્ષીય વસંતજી પટેલનું ટ્રેક્ટર નીચે આવી જવાથી મોત થયું છે. મૃતક ચીખલી તાલુકાના બામણવેલ ગામમાં બપોરના 12:30 કલાકે કામ કરતા હતા તે દરમ્યાન ઉંચા ઢાળ પર પાર્ક કરેલું પોતાનું ટ્રેક્ટર એકાએક નીચે આવ્યું હતું. જેને પગલે ટ્રેક્ટર નીચે દબાઈ જવાથી વસંત ભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

મજૂરો જમવા ગયા અને પાછળથી મોત આંબી ગયું
મજૂરો જમવા ગયા અને પાછળથી મોત આંબી ગયું

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર બપોરના સમયે મજૂરો પણ જમવા ગયા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. જેને કારણે મજૂરો પણ તાત્કાલિક પહોંચી શક્યા નહોતા.જેથી વસંતભાઈનું ટ્રેકટરના ટાયર નીચે આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ટ્રેક્ટર નીચે આવી ગયેલા વસંતજી પટેલનો મૃતદેહ
ટ્રેક્ટર નીચે આવી ગયેલા વસંતજી પટેલનો મૃતદેહ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો