હુમલો:તેજલાવમાં બે સંતાનની માતા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો

ચીખલી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક તરફી પ્રેમમાં હુમલો કરાયાની આશંકા

ચીખલી તાલુકાના તેજલાવ પંથકમાં રાત્રિ દરમિયાન તીક્ષ્ણ હથિયારથી અજાણ્યા વ્યક્તિએ હુમલો કરતા મહિલાને લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે બે સંતાનની માતા પર પ્રેમ પ્રકરણમાં હુમલો થયો હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર દિપકની પત્ની રાત્રે આઠેક વાગ્યાના અરસામાં દુકાને સામાન લેવા માટે નીકળ્યાં હતા. દરમિયાન કોઈ અજાણ્યા શખસે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી પેટ અને છાતીના ભાગે ઇજા પહોંચાડતા લોહી-લુહાણ હાલતમાં 108 મારફતે ચીખલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે મહિલા પર હુમલો કરી હુમાલખોર ભાગી છૂટ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહિલા પર હુમલો પ્રેમ પ્રકરણમાં થયો હોવાનું અને વલસાડ તાલુકાની એક કંપનીમાં સાથે કામ કરનાર પ્રેમી દ્વારા જ હુમલો કરાયો હોવાનું બહાર આવતા પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સમગ્ર હકીકત બહાર આવશે. પોલીસે આ ઘટનામાં સીસીટીવી અને આસપાસના લોકોના નિવેદન લેવાની કામગીરી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...