ચીખલી તાલુકાના ખાંભડા ગામે આસપાસના ગામોના છાત્રો અભ્યાસ અને સરકારી પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે લાયબ્રેરીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ચીખલીના ખાંભડા ગામે સંસદીય સચિવ નિરવભાઈ સી. પટેલ, અધિક્ષક ઈજનેર અભયભાઈ દેસાઈ, કાર્યપાલક ઇજનેર પી.એન.પટેલ, સરપંચ પરેશભાઈ એસ.પટેલ, રૂઢિ-પ્રથા ગ્રામસભા અધ્યક્ષ રમેશભાઈ એમ.પટેલ તથા ગ્રામજનોની હાજરીમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા નિર્મિત જ્ઞાન ઉર્જા વાંચનાલય/પુસ્તકાલયનુ ં આદિવાસી રિતીરીવાજ મુજબ પ્રકૃતિ પૂજા કરી આદિવાસી દેવી-દેવતાઓની પૂંજ મૂકી ખાંભડા તથા આજુબાજુના અન્ય ગામનાં ભારતનાં ભાવિ નવયુવાન તથા નવયુવતિઓના ઉપયોગ માટે લોકાર્પણ કરવામાં આવ્યું. ચીખલી તાલુકાના ખાંભડા ગામે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક આધુનિક લાયબ્રેરીનું નિર્માણ લાખોના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું.
લાયબ્રેરીનું રવિવારે જેટકોના અધિકારી અને ગામના આગેવાનો દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. ચીખલી તાલુકામાં આવી અત્યાધુનિક લાયબ્રેરી કદાચ પ્રથમ હશે ત્યારે ગામેગામ આવી લાયબ્રેરીનું નિર્માણ થાય જેનાથી વિદ્યાર્થીઓ શાંત વાતાવરણમાં અભ્યાસ કરી શકે અને પુસ્તકો વાંચીને પરીક્ષાની તૈયારી કરી શકે.
દરેક સુવિધાઓ લાયબ્રેરીમાં મળશે
આ લાયબ્રેરીનો ઉપયોગ ગામના તમામ લોકો જેમાં ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ કરે અને પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ થાય સાથે જ તમામને તમામ પુસ્તકો મળી રહે તે રીતેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આવનાર સમયમાં વિદ્યાર્થીઓને જે પણ પુસ્તકની જરૂર હશે તે પણ મંગાવી આપવામાં આવશે.-રમેશભાઈ પટેલ, મુખી, રૂઢીપ્રથા ગામ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.