ચીખલીમાં આઇટીઆઇના મહિલા ઇન્સ્ટ્રક્ટર વિરુદ્ધ આઇટી અને એટ્રોસિટી એક્ટની જોગવાઈ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદ મુજબ વિગતો જોતા ચીખલીના ચાસા ધોડિયાવાડમાં રહેતા ચેતન નવીનભાઈ પટેલ (ઉ.વ.આ. 39) જે ચીખલી આઈટીઆઈમાં 2011થી ફરજ બજાવે છે. તેમના વિરુદ્ધ આજ આઈટીઆઈમાં કોપા ટ્રેડમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા પ્રીતિબેન દ્વારા સોશિયલ મીડિયામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ચારિત્ર્ય વિશે અશ્લીલ બાબતો અંગ્રેજીમાં લખી સમાજમાં બદનામ કરવાના હેતુથી પોસ્ટ કરી હતી.
આ અંગેની જાણ તેમને 22મી ફેબ્રુઆરી 2022ની મિટીંગ દરમિયાન થતા તે પોસ્ટનો સ્ક્રીનશોટ લઈ આચાર્યને રિપોર્ટ કર્યો હતો. જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો સાથેની પોસ્ટ અંગે 25મી ફેબ્રુઆરી 2022ના રોજ તેમણે પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરતા તેના ત્રણેક દિવસ બાદ પ્રીતિબેને પોતાના ફેસબુક પર નવી પોસ્ટ મૂકી તમારામાં જો દમ હોય તો માનહાનિનો કેસ ઠોકીને બતાવે પછી તમને બતાવું તેમ જણાવ્યું હોવાની ફરિયાદમાં પોલીસે મહિલા ઇન્સ્ટ્રક્ટર પ્રીતિબેન (રહે. ચીખલી) વિરૂદ્ધ આઇટી અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી ડીવાયએસપી આર.સી.ફળદુએ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.