સહયોગ:ગ્રાંટ વિના ચાલતી કુકેરીની શાંતાબા વિદ્યાલયને 10 લાખનો ચેક એનાયત

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસબીઆઇની ગુજરાત ટીમ દ્વારા સહયોગ અપાયો

કુકેરીની શાંતબા વિદ્યાલયને એસબીઆઇ ગુજરાત ટીમ દ્વારા 10 લાખનું દાન આપવામાં આવ્યું હતું. શાંતબા વિદ્યાલયમાં સરકારની એકપણ રૂપિયાની ગ્રાંટ વિના અનાથ જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે રહેવા જમવાની સગવડ સાથે આધુનિક શિક્ષણ પૂરું પાડવામાં આવે છે.

ચીખલી તાલુકાના કુકેરીમાં માલવી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વાત્સલ્યધામ શાંતાબા વિદ્યાલયને એસબીઆઇ ગુજરાત ટીમ દ્વારા ચિલ્ડ્રન વેલફેર ફંડમાંથી એસબીઆઇના ડેપ્યુટી મેનેજર સેલવીન નવસારીના મેનેજર પ્રસાદ અને યાદવ સહિતનાની ઉપસ્થિતિમાં સંસ્થાના પ્રમુખ પરિમલસિંહ પરમારને રૂ. 10 લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. શાંતાબા વિદ્યાલયમાં ધોરણ-1 થી 12 વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે.

આ સંસ્થામાં પ્રવેશ માટે અનાથ, સિંગલ પેરેન્ટ્સ બાળકોને પ્રાથમિકતા આપી વિનામૂલ્યે રહેવા-જમવાની વ્યવસ્થા સાથે આધુનિક શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. સંસ્થામાં બોયઝ અને ગર્લ્સ માટે અલાયદી છાત્રાલયની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને સરકારની એકપણ રૂપિયાની ગ્રાંટ વિના માત્ર દાતાઓના સહયોગથી શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

સંસ્થાના પ્રમુખ પરિમલસિંહ પરમારે એસબીઆઇ ગુજરાત ટીમ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી આ દાનની રકમમાંથી નવા બેડ અને ગાદલાની તથા ફાયર સેફટીની વ્યવસ્થા કરવામાં આવશે. સંસ્થામાં બાળકોની સંખ્યા વધી હોય અને તાત્કાલિક જરૂરિયાત હતી તેવી સ્થિતિમાં એસબીઆઇ ગુજરાત ટીમનો સહયોગ મળતા મોટી રાહત થવા સાથે સમગ્ર વાત્સલ્યધામ પરિવારમાં ખુશી ફેલાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...