તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ચીખલીમાં યુવતીના આપઘાત કેસમાં આખરે ભાવિ પતિ સામે ગુનો દાખલ

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રાસ-ખોટી શંકાથી તેણીએ આત્મહત્યા કર્યાના પુરાવાના આધારે અટક

ચીખલી તાલુકાના કુકેરી જુના પટેલ ફળિયામાં રહેતી અને સુરત જિલ્લાના મહુવામાં દિવાળીબા કોલેજમાં આસિ.પ્રોફેસરની નોકરી કરતી ઇશા પંકજસિંહ પરમાર (ઉ.વ-23)એ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં 24મી માર્ચ 2021 એ આત્મહત્યા કરી લીધી હતી. જોકે આ બાબતે જે-તે સમયે યુવતીના ભાઈ આકાશસિંહ પરમારે ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઇશાના ભાઈ આકાશસિંહ પરમાર તેમજ પરિવારના સભ્યોને તેણીના ભાવિ પતિ જયવીરસિંહ ઉર્ફે જગત મહેન્દ્રસિંહ રાઠોડ (ચાપલધરા, વાંસદા) દ્વારા સતત અપાતા માનસિક ત્રાસ તેમજ ખોટી શંકાના કારણે તેણીએ આપઘાત કર્યાના સચોટ પુરાવાના આધારે ચીખલી પોલીસમાં જયવીરસિંહ રાઠોડ વિરૂદ્ધ ગુનો દાખલ કરવા રજૂઆત કરી હતી.

ચીખલી પોલીસે જયવીરસિંહ રાઠોડ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરતા આકાશસિંહ પરમારે સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને રજૂઆત કરી હતી. જેને પગલે હરકતમાં આવેલી પોલીસે ચાર મહિના બાદ આકાશસિંહ પરમારની ફરિયાદના આધારે જયવીરસિંહ વિરૂદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની અટક કરી રાનકુવા ચોકીના પીએસઆઇ જી.એસ.પટેલ આગળની તપાસ કરી રહ્યાં છે.

24 માર્ચે અંતિમ પગલું ભરી લીધુ હતું
ઈશાની સગાઈ 25મી ફેબ્રુઆરી 2021એ ચાપલધરામાં રહેતા જયવીરસિંહ ઉર્ફે જગત મહેન્દ્રસિંહ રાઠોડ સાથે થઈ હતી. બાદમાં પરિવારની સંમતિથી 1લી એપ્રિલે લગ્ન નિર્ધારિત કરાયા હતા પરંતુ ઇશા અને જયવીરસિંહની કુંડળી નહીં મળતા જયવીરસિંહના પરિવાર દ્વારા લગ્નની ના પાડી હતી.

બાદમાં સુરત રહેતા હેમલ સોલંકી નામના યુવક સાથે નક્કી થતા જેની જાણ જયવીરસિંહને થઈ હતી. જેથી આવેશમાં આવેલા જયવીરસિંહે ઇશાને ફોન કરી જણાવેલ કે તું મને પૂછ્યા વગર બીજા છોકરા સાથે લગ્ન કરવા કેમ તૈયાર થઈ? બાદમાં જયવીરસિંહે ઇશાને સમજાવી અને પરિવારને સમજાવી ફરી બંને પરિવાર લગ્ન માટે તૈયાર થઈ ગયા હતા. દરમિયાન ભાવિ પતિના સતત શંકાશીલ સ્વભાવ તેમજ સતત માનસિક ત્રાસને કારણે 24મી માર્ચે ઇશા પરમારે આત્મહત્યા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...