હાશકારો:કાંગવઈ ગામે 2 વર્ષીય દીપડો પાંજરે પુરાતા રાહત, એક સપ્તાહથી દીપડો આંટાફેરા કરતો હતો

ચીખલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચીખલી તાલુકાના કાંગવઇ ગામના સાગીયા ફળિયામાં રહેતા ગોવિંદભાઇ હળપતિના ઘર પાસે છેલ્લા એક સપ્તાહથી દીપડો આંટાફેરા મારતો હતો. આ અંગેની જાણ ચીખલી વન વિભાગને કરાતા વન વિભાગના સ્ટાફ દ્વારા જરૂરી સરવે કરી પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ પાંજરામાં ગુરૂવારની રાત્રિના 11.30 વાગ્યાના સમયે એક દીપડો (ઉ.વ.આ. 2) પાંજરે પુરાયો હતો. આ અંગેની જાણ ગામના સરપંચે કરતા વન વિભગ દ્વારા સ્થળ ઉપર જઇ દીપડાનો કબજો લેવામાં આવ્યો હતો. દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

આ બાબતે ચીખલી વન વિભાગના ફોરેસ્ટર ઉત્તમભાઈ પટેલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે પાંજરે પુરાયેલા દીપડાનો કબજો લઈ વન વિભાગ દ્વારા રાત્રિના સમયે જ જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો. ચીખલી તાલુકામાં છેલ્લા એક સપ્તાહમાં દીપડાએ ચાર પશુનો શિકાર કર્યો હતો, જેમાં બે વાછરડા, એક બકરી અને એક બકરાનો સમાવેશ થાય છે. દીપડાએ ખેડૂતોના ઘરઆંગણેથી પશુઓના શિકાર કરતા સ્થાનિકો ભય ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...