તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહસ્યમય મોત:શેરડીના ખેતરમાંથી 2 વર્ષીય દીપડી મૃત હાલતમાં મળી

ચીખલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બારોલીયા ગામની સીમમાં બનેલી ઘટના

બારોલીયા ગામેથી 2 વર્ષીય દીપડી મૃત હાલતમાં મળી આવતા વન વિભાગે પીએમ કરાવી તપાસ હાથ ધરી છે. દીપડીનું મૃત્યુનું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે. ચીખલી તાલુકાના બારોલીયા ગામના વાડી ફળિયાના ખેડૂત ખાતેદાર અકબરભાઈ ઇસ્માઇલભાઈ સિદાતની માલિકીના ખેતરમાં શેરડીના પાક વચ્ચે દીપડી (ઉ.વ.આ-2) મૃત હાલતમાં મળી આવી હતી.

ખેતરના માલિકે બનાવની જાણ ચીખલી વન વિભાગને કરી હતી. જેને પગલે આરએફઓ એ.ટી.ટંડેલ સહિતના સ્ટાફે ઘટનાસ્થળે ધસી ગયા હતા અને શનિવારની સાંજના સમયે મૃત દીપડીનો કબજો લીધો હતો. દીપડીનું મોતનું કારણ જાણવા વેટરનરી ડોકટર પાસે પીએમ કરાવી તપાસ હાથ ધરી છે. જોકે દીપડીના મોત અંગેનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે.

અન્ય સમાચારો પણ છે...