આનંદની લાગણી:સુરખાઈના તાલીમ વર્ગના 7 પીએસઆઈ અને 31 વિદ્યાર્થી એલઆરડીમાં ઉત્તીર્ણ

ચીખલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરખાઈ જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દ્વારા આયોજીત તાલીમ વર્ગના 7 જેટલા પીએસઆઇ અને 31 જેટલા વિદ્યાર્થી એલઆરડીની પરીક્ષામાં ઉત્તીર્ણ થતા સમાજમાં ગૌરવ સાથે આનંદની લાગણી છવાઈ હતી.સુરખાઈમાં જ્ઞાનકિરણ ઘોડિયા જ્ઞાતિ મંડળ દ્વારા એલઆરડી, એએસઆઈ, પીએસઆઈની ભરતીની શારીરિક તેમજ લેખિત પરીક્ષા માટે તાલીમ વર્ગનું આયોજન કરાયું હતું. નિવૃત આર્મીમેન હર્ષદભાઈ, મહેશભાઈ ઉપરાંત ઉમેશભાઈ સહિતના અન્ય તજજ્ઞો દ્વારા શારીરિક અને લેખિત પરીક્ષાનું આયોજન કરાયું હતું.

આ તાલીમ વર્ગની ફળશ્રુતિરૂપે 300 તાલીમાર્થી શારિરીક પરીક્ષામાં અને તે પૈકી સાદડવેલના સુજીત પટેલ, શેખપુર મહુવાના મિત પટેલ, સુરખાઈના ચિરાગ પટેલ, સાદડવેલના વિરલ પટેલ ઉપરાંત ચાપલધરાની ક્રિષ્ના પટેલ, ટાંકલની ક્રિયા પટેલ, ઉપસળની કિંજલ પટેલ સહિત 7 જેટલા પીએસઆઇની અને 31 તાલીમાર્થી એલઆરડીની પરીક્ષામાં ઉત્તીર્ણ થતા સમાજના ગૌરવ સાથે આનંદની લાગણી છવાઈ હતી.

તમામ ભાવિ પીએસઆઈ, એએસઆઇનું પીઆઇ હેમંતભાઈ, મંડળના પ્રમુખ રાજુભાઇ, નિવૃત કાર્યપાલક ઈજનેર ધીરૂભાઇ, અગ્રણી નરસિંહભાઈ સહિતનાઓ સન્માન કરી પ્રોત્સાહિત કરાયા હતા. સમાજના આગેવાનો દ્વારા તાલીમ દરમિયાન સહયોગ અને માર્ગદર્શન માટે આદિજાતિ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલ ઉપરાંત પ્રાયોજન વહીવટદાર વાંસદા અને તકેદારી અધિકારી નવસારી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...