તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચીખલી પોલીસને ખૂંધ ગામના ડુંગરી ફળિયામાં કોતરણી ખુલ્લી જગ્યામાં અમ્રત કાળીદાસ પટેલ બેટરીના અજવાળે જુગાર રમવા આવતા લોકો પાસે નાણાં લઈ એક રૂપિયાના દસ રૂપિયા લેખે ચાર્ટ પેપરમાં અલગ અલગ ચિત્ર ઉપર લગાડી ચકલી-પપલીનો હારજીતની જુગાર અંગત ફાયદા સારું રમાડતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેડ કરતા સ્થળ પરથી રમેશ પટેલ (રહે. રાનવેરીકલ્લા, તા.ચીખલી), સુરેશ હળપતિ, અમ્રત પટેલ (રહે. ખૂંધ પોકડા,), ધર્મેશ પટેલ (રહે. સાદડવેલ, તા.ચીખલી), વિરલ પટેલ (રહે. સાદડવેલ, તા.ચીખલી), અનિલ પટેલ (રહે. આલીપોર, તા.ચીખલી), દશરથ પટેલ (રહે. સાદડવેલ, તા.ચીખલી)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની અંગ ઝડતી, દાવ પરના, બે મોબાઈલ ફોન તેમજ પ્લાસ્ટિકની થેલીમાં મુકેલી રોકડ રકમ તથા એક બેટરી સહિત રૂ.15,930 તથા એસએક્સ-4 કાર (નં. જીજે-05-સીકે-8264) કિંમત રૂ. 3 લાખ મળી કુલ રૂ. 3,15,930નો મુદ્દામાલ કબજે કરી હેડ કોન્સ્ટેબલ સુરેશ શાહરભાઈ તપાસ કરી રહ્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.