ક્રાઇમ:ખૂંધ ગામે લોજના ઢાબા પર જુગાર રમતા 7 ઝડપાયા

ધોળીકૂવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂ.49,700નો મુદ્દામાલ કબ્જે કર્યો

ચીખલીના ખૂંધ કોલેજ શોપિંગ સેન્ટર ઉપર નીધી લોજના ઢાબા ઉપરની ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પીઆઇ-ડી.કે.પટેલની સૂચનાથી સ્ટાફે છાપો મારતા મુકેશ જીકાભાઈ ધોકડીયા (હાલ રહે.ખૂંધ કોલેજ શોપિંગ સેન્ટર નિધિ લોજની ઉપર), વિશાલકુમાર ધીરજલાલ વિરમગામા (રહે.ખૂંધ કોલેજ શોપિંગ નિધિ લોજની ઉપર તા.ચીખલી), કમલેશ લક્ષ્મીદાસ ભાલોડિયા (હાલ રહે.ખૂંધ કોલેજ શોપિંગ સેન્ટર ઉપર), કમલેશ અમરશી દેસાઈ (ખૂંધ કોલેજ શોપિંગ સેન્ટર નિધિ લોજની ઉપર તા.ચીખલી), હેમેન્દ્ર મગન સોરડીયા (રહે.આઇશાપાર્ક સોસાયટી હારૂન રસીદ ભામજીના મકાનમાં તા.ચીખલી), બાલુ છગન પટેલ (રહે.ખૂંધ કોલેજ શોપિંગ સેન્ટર નિધિ લોજની ઉપર તા.ચીખલી) તથા મનસુખ વિરજી સોલંકી (રહે.જલારામ ક્વોરી બામણવેલ પાટીયા તા.ચીખલી) એમ સાત જેટલાને ગંજીપાનાનો તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા ઝડપી પાડી અંગ ઝડતીમાં રોકડા રૂ.20,000/- દાવ ઉપરના 17,700/- તથા પકડાયેલ જુગારીઓને સાત નંગ મોબાઈલ મળી કુલ્લે રૂ.49,700/- મુદ્દામાલ કબ્જે કરી જુગારધારાની જોગવાઈ મુજબ કાર્યવાહી કરી હતી. જોકે પોલીસને જુગારીયાઓનું એક પણ વાહન હાથ લાગ્યું ન હતું, ત્યારે પૂર્વ ગોઠવણના ભાગરૂપે કે અન્ય કારણોસર વાહન કબ્જે નથી લેવાયા એ તપાસનો વિષય બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...